Dahod:ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ અને મધ્ય ઝોન પ્રભારી અમૃતાબેન ની ઉપસ્થિતીમાં દાહોદ જિલ્લાની કારોબારી મીટિંગ યોજાઈ
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ ના આદેશ અનુસાર,દાહોદ જિલ્લા કાર્યાલય ખાતે દાહોદ જિલ્લા પ્રમુખ સુશીલાબેન અને પૂર્વ ધારાસભ્ય ચન્દ્રિકા બેનની સહમતિથી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ અને મધ્ય ઝોન પ્રભારી અમૃતાબેન ની ઉપસ્થિતીમાં દાહોદ જિલ્લાની કારોબારી મીટિંગ યોજાઈ હતી.જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ હર્ષદભાઈ નિનામા દાહોદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખો, તાલુકા પ્રમુખ, નગર પાલિકા પ્રમુખ,તાલુકાના કારોબારી તથા કાર્યકર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા