ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય, માય ભારત, દેશભરના યુવાનોને માય ભારત નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો તરીકે નોંધણી કરાવવા માટે સક્રિય રીતે પ્રોત્સાહિત કરી રહ્યું છે.રાષ્ટ્રવ્યાપી એવા આ આહવાનમાં, ભારતના યુવા નાગરિકોને રાષ્ટ્રીય હિતમાં ખાસ કરીને કટોકટી દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે સહભાગી બનાવવાના એક સંયુક્ત પ્રયાસનો એક ભાગ છે. આ પહેલનો ઉદ્દેશ છે કે, ભારતના સુશિક્ષિત, પ્રતિભાશીલ નાગરિકોનું એક સ્વયંસેવક દળ બનાવવાનો છે, જે કુદરતી આફતો, અકસ્માતો, જાહેર કટોકટી કે અન્ય કોઇપણ અણધારી પરિસ્થિતિમાં નાગરિકો તેમજ વહીવટી તંત્રને મદદ કરી શકે.વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષા ચિંતાને ધ્યાનમાં રાખીને એક મજબૂત સમુદાય આધારિત પ્રતિભાવ પદ્ધતિ સ્થાપિત કરવાની જરુરિયાત તાત્કાલિક રીતે વધતી જાય તો પણ એક આ જૂથ કાર્યરત હોય તે આવશ્યક છે.નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોએ,વિવિધ સેવાઓ દ્વારા સ્થાનિક અધિકારીશ્રીઓને સાથ સહકાર આપીને વિવિધ સંદર્ભમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની રહે છે. બચાવ અને સ્થળાંતર કામગીરી, પ્રાથમિક સારવાર અને કટોકટી સંભાળ, ટ્રાફિક વ્યવસ્થાપન, ભીડ નિયંત્રણ અને જાહેર સલામતી અને આપત્તિ પ્રતિભાવ અને પુનર્વસન પ્રયાસોમાં સહાયનો સમાવેશ થાય છે.મેરા ભારત તેના યુવા સ્વયંસેવકોના ગતિશીલ નેટવર્ક અને અન્ય તમામ ઉત્સાહી યુવા નાગરિકોને દેશની સેવા અર્થેના કાર્યોમાં આગળ આવવા અને માય ભારત નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો તરીકે નોંધણી કરાવવા અપીલ કરે છે.માય ભારતના હાલના સ્વયંસેવકો અને આ પદ પર રાષ્ટ્રની સેવા કરવા માંગતા અને નવા વ્યક્તિઓને આ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ છે.યુવાનોને નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો તરીકે જોડાવા અને નોંધણી કરવાની પદ્ધતિ સરળ છે.MY Bharat પોર્ટલ https://mybharat.gov.in દ્વારા કરી શકાય છે.આ રાષ્ટ્રીય ઉદ્દેશ માટે રસ ધરાવતા તમામ યુવાનો – નાગરિકોને સંગઠિત કરવા જૂનાગઢ જિલ્લા યુવા અધિકારીશ્રી, જૂનાગઢ જિલ્લા યુવા કચેરી, જૂનાગઢ સ્થિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે