ડીટવાસ પોલીસ સ્ટેશન હદ નાં કરવાઈ ગામે થી રુપિયા બે લાખ સાઈઠ હજારની કિંમતનો દારુ એલ.સી.બી પોલીસે ઝડપી પાડયો.

ડીટવાસ પોલીસ સ્ટેશન હદ નાં કરવાઈ ગામે થી રુપિયા બે લાખ સાઈઠ હજારની કિંમતનો દારુ એલ.સી.બી પોલીસે ઝડપી પાડયો.
રિપોર્ટર… અમીન કોઠારી :_ મહીસાગર
મહીસાગર જિલ્લા એલસીબી પોલીસ ને પુનાવાડા થી ડીટવાસ તરફ દારુનો જથ્થો લ ઈ જનાર હોઈ એલસીબી પીઆઇ એમ.કે.ખાટ.પોસ ઈ.મકવાણા.નેપોલીસ સ્ટાફ ધરમેનદૂકુમાર.દિલીપદાન.ભવદીપસીહ.માદવસીહને ભરતભાઈ ની ટીમ ખાનગી વાહન માં કરવાઈ ત્રણ રસ્તા પાસે વોચ માં રાત્રીના સુમારે ઉભા રહેલા.તેવામા બાતમી વાળું વાહન આવતાં બેરીકેટ લગાવી ને વાહન રોકવા ઈશારો કરતાં ગાડી ચાલકે વાહન ઉભું નહીં રાખીને બેરીકેટ તોડી ને ભાગતાં પોલીસે તેનો પીછો કરતા ગાડી ચાલકે કરવાઈ ગામ પાસે ડામર પ્લાન્ટ નજીક ગાડી ઉભી રાખી ને અંધકાર નો લાભ લઇ ને ફરાર થઈ ગયેલ.
પોલીસે આ વાહન છોટા હાથી માં તપાસ કરતાં પાછળ ખાટલો બાંધેલ ને વાહનમાં સફેદ ધોડો હતો ને તેની પાછળ ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જથ્થો જણાતા વાહન ચાલક ધોડા ની આડમાં ગેરકાયદેસર રીતે દારૂ વહન કરી ને લ ઈ જતો હોવાનું જણાઇ આવેલ.
પોલીસે આ બનાવમાં કાયદેસરની કાર્યવાહી કરીને છોટાહાથી ને સફેદ ઘોડો ને દારૂ અને બિયરનો જથ્થો અંદાજે કિંમત રૂ.બેલાખસાઈઠહજારનો દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રુપિયા પાંચ લાખ ઈકોતેર હજાર નો મુદ્દામાલ કબજે કરી ને ડીટવાસ પોલીસ મથકે કાયદેસર ની કાર્યવાહી કરીને ગુનો નોંધી ને તપાસ હાથ ધરી



