
નરેશપરમાર. કરજણ,

ગેરકાયદે ભાડે મકાન આપનાર માલિકો પર કડક કાયદાકીય પગલાં
કરજણ પોલીસની મોટી કાર્યવાહી! ભાડા કરાર કર્યા વિના જ મકાન ભાડે આપનાર 50 સામે ફરિયાદ
કરજણ નગરમાં મકાન માલિકોએ ભાડુઆતના જરૂરી પુરાવા લીધા વગર તેમજ કરજણ પોલીસ સ્ટેશનમાં ભાડા કરારનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર પરપ્રાંતીઓને મકાનો ભાડે આપેલા છે. જેને લઈને કરજણ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને કરજણ નગરના સોસાયટી વિસ્તાર તેમજ રહેણાક વિસ્તારોમાં તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારોમાં થઈને એકજ દિવસમાં કરજણ પોલીસે 50 જેટલા મકાન માલિકો સામે ભાડુઆતના જરૂરી પુરાવો લીધા વગર તેમજ ભાડા કરાર કર્યા વગર મકાન ભાડે આપેલ હોય એવા 50 મકાનમાલિકો સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાડી હાથ ધરવામાં આવેલ છે.



