GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ગુમશુદા વ્યક્તિની શોધ માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઈ

MORBI:ગુમશુદા વ્યક્તિની શોધ માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઈ

 

 

ગુમશુદા વ્યક્તિ વિશે કોઈ માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનો સંપર્ક કરવો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ગુમશુદા નોંધ અનુસાર ઉંમર ૬૭ વર્ષીય દેવકરણભાઈ ગાંડુભાઈ કૃણપરા, જાતે પટેલ, હાલ રહે સાનિધ્ય પાર્ક સોસાયટી, બાલાજી પાનવાળી શેરી, પ્રકૃતિ સોસાયટીની સામે, મહેન્દ્રનગર, મોરબી-૨ તથા મૂળ ઈશ્વરનગર, તાલુકો: હળવદ, જિલ્લો: મોરબીના રહેવાસી ગત તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ સવારના ૦૬:૦૦ વાગ્યાના અરસામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સાનિધ્ય પાર્ક સોસાયટી, બાલાજી પાનવાળી શેરી, પ્રકૃતિ સોસાયટીની સામે, મહેન્દ્રનગર, મોરબી-૨ થી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયેલ છે.

ઘરેથી નીકળતી વખતે શરીરના પાતળા બાંધાના, ઊંચાઈ આશરે સવા પાંચેક ફૂટની છે, જેને શરીરે સફેદ દૂધિયા કલરનો શર્ટ તથા બ્રાઉન કલરનું પેન્ટ પહેરેલ છે અને ગળામાં સફેદ કલરના દોરાવાળી કંઠી પહેરેલ છે.

જેમના વિશે કંઈ પણ માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર ૬૩૫૭૨૪૦૭૧૮ અથવા તપાસ કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. ઝાપડીયાના મોબાઈલ નંબર ૯૭૧૪૦૬૪૪૧૯ ઉપર સંપર્ક કરવા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!