HIMATNAGARSABARKANTHA

પોગલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં 25 બોટલ લોહી એક્ત્રિત કરાયું

અહેવાલ:- પ્રતિક ભોઈ

*પોગલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં 25 બોટલ લોહી એક્ત્રિત કરાયું*
****
સાબરકાંઠા જિલ્લામાં પોગલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 25 બોટલ બ્લડ એક્ત્રિત કરાયું હતું. સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ, અને અન્ય બિમારી તથા અક્સ્માતની પરિસ્થિતિમાં તાત્કાલિક જરુરત મુજબનું લોહી મળી રહે તેવા ઉમદા હેતુસર આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે સમગ્ર વર્ષના 310 ઉપરાંત કેમ્પોનું આયોજન કરેલ છે. જે અંતર્ગત પોગલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના પ્રજાજનોને વિનંતી છે કે આ ઉમદા અને પ્રેરણાદાયી કાર્યમાં આપનો સહયોગ આવકાર્ય છે. પોગલુ ગામના અગ્રણી અને મહંતશ્રી સુનિલદાસજીએ રકતદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રકતદાતાઓને ઉત્સાહ પુરો પાડ્યો હતો. જાયન્ટસ હિંમતનગર સહિયર એક્મ દ્વારા તમામ 25 રકતદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
****

Back to top button
error: Content is protected !!