નવસારી જિલ્લાના ઓધોગિક એકમો અને અન્ય ખાનગી એકમોમાં કામ કરતા શ્રમિક/ કામદારોની વિગત પોલીસને આપવી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તા. ૧૧/૦૭/૨૦૨૫ સુધી શ્રમિકો/કામદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત તથા ડોક્યુમેન્ટો જમા કરાવવાના રહેશે.
નવસારી જિલ્લાના ઓધોગિક અને ખાનગી એકમોમાં દ્વારા શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે છે. રોજગારી આપતી વખતે રોજગારી આપનાર સંસ્થા/એકમો તરફથી શ્રમિકો/કામદારોના કોઇ પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવામાં માટેની પ્રક્રિયા અપનાવવામાં આવતી ન હોવાના કારણે અસામાજીક તત્વો. ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યકિતઓ અને ભારતીય નાગરીકતા નહિ ધરાવતી વ્યકિતઓને રોજગારી આપી દેવામાં આવે છે. જે આપણા દેશ અને રાજયની આંતરીક સુરક્ષા માટે યોગ્ય અને ઇચ્છનીય નથી.
જે અન્વયે નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય બી ઝાલાને મળેલ સત્તાની રૂએ જીલ્લામાં કોઇપણ સંસ્થા/એકમો તરફથી શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે દરેક શ્રમિકો/કામદારોના જરૂરી ડોક્યુમેન્ટો મેળવી જે તે સંસ્થા/એકમોએ શ્રમિકો/કામદારોના પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સબંધિત પોલીસ સ્ટેશનોમાં વિગત આપી તેઓના પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવા જીલ્લામાં કોઇપણ સંસ્થા/એકમો તરફથી શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે દરેક શ્રમિકો/કામદારોના પૂર્વ ઇતિહાસ, નાગરીકતા અને ઓળખ અંગે જરૂરી કાર્યવાહી કરવા અંગેનું જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે દરેક શ્રમિકો/કામદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા તમામ જરૂરી ડોક્યુમેન્ટો તથા તેમના વતનમાં નજીકનાં સગા-સબંધીના નામ સરનામાં અને સંપર્ક નંબરની સાચી વિગત જે તે સંસ્થા/એકમો/માલિકો દ્વારા નજીકના સબંધિત પોલીસ સ્ટેશનોમાં ફરજિયાત તા. ૧૧/૦૭/૨૦૨૫ સુધી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.