ઓટિઝમ ધરાવતાં બાળકો માટે ભારતનો પ્રથમ રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો, અમદાવાદના ખેલાડીઓએ જીતી 11 મેડલ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ટિઝમ ધરાવતાં બાળકો માટે ભારતીય ઇતિહાસમાં પ્રથમવાર રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ-03 નડિયાદ ખાતે ભવ્ય અને સફળ રીતે યોજાયો. સેરેબ્રલ પાલ્સી ફાઉન્ડશનના આયોજન અને ગુજરાત સરકાર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના સહયોગથી આયોજિત આ મહાકુંભમાં રાજ્યભરના અનેક પ્રતિભાશાળી બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
આ સ્પર્ધામાં અમદાવાદ શહેરના ખેલાડીઓએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી. તેઓએ કુલ 11 મેડલ જીત્યા છે, જેમાં 4 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સફળતાથી શહેરનું ગૌરવ વધ્યું છે.
સ્પર્ધામાં બૉચી ગેમ, 100 મીટર દોડ, શોટપુટ, રોલર સ્કેટિંગ, લાંબી કૂદ અને સાઇકલિંગ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અમદાવાદના બોડકદેવ વિસ્તારની ‘બોર્ન એથ્લેટ્સ સ્પોર્ટ્સ એકેડમી ફોર સ્પેશિયલ ચિલ્ડ્રન’ દ્વારા તાલીમ અપાયેલ ખેલાડીઓએ આ રમતગમતના મંચ પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. એકેડમીના ડાયરેક્ટર સિદ્ધાર્થસિંહ રાજપૂત અને તેમની ટ્રેનિંગ ટીમે બાળકોને સ્પર્ધા માટે વિશેષ તૈયારીઓ કરાવી હતી.
બાળકોની સફળતા તેમના સમર્પણ, કુટુંબના સહયોગ અને કોચના માર્ગદર્શનનું પરિણામ છે. વિજેતા તેમજ તમામ ભાગ લેનાર બાળકોને અને એકેડમી ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




