AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ગુજરાતમાં કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મોટી પહેલ: “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની મંજૂરી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં રાજયના અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” શરૂ કરવાની મંજૂરી આપી છે. આરોગ્યલક્ષી આ મહત્વની પહેલના અમલથી રાજ્યના અંદાજિત 6.40 લાખ કર્મયોગીઓને કેશલેસ આરોગ્ય સેવા પ્રાપ્ત થશે.

આ યોજના હેઠળ રાજ્યના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને PMJAY-મા યોજના અંતર્ગત “G” કેટેગરીના AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડથી દર કુટુંબને વાર્ષિક 10 લાખ રૂપિયાની મર્યાદા સુધી કેશલેસ સારવાર મળી શકશે.

આ માહિતી આપતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ કાર્ડના આધારે સરકાર માન્ય અને PMJAY એમ્પેનલ્ડ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં 2,471 પ્રકારની નિયત પ્રોસિજર માટે કેશલેસ સારવાર ઉપલબ્ધ રહેશે. હાલ રાજ્યમાં 2,658 હોસ્પિટલો આ યોજના સાથે સંકળાયેલી છે જેમાં ખાનગી 904 અને સરકારી 1,754 હોસ્પિટલોનો સમાવેશ થાય છે.

OPD (બહારના દર્દી તરીકેની સારવાર) આ યોજના હેઠળ આવરી લેવાઈ નથી. જોકે, વર્તમાનમાં મળતું માસિક 1,000 રૂપિયાનું મેડિકલ એલાઉન્સ યથાવત રહેશે.

જો સારવાર ખર્ચ રૂ. 10 લાખથી વધુ થાય અથવા જરૂરી સારવાર AB-PMJAY-maa યોજના હેઠળ ઉપલબ્ધ ન હોય, તેમજ હોસ્પિટલ એમ્પેનલ્ડ ન હોય, તો ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015ના આધારે મેડિકલ રીઇમ્બર્સમેન્ટ ઉપલબ્ધ રહેશે.

આ યોજના માટે રાજ્ય સરકારને અંદાજે 303.3 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે અને દરેક કુટુંબ માટે 3,708 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરી આપશે.

યોજનાનો લાભ તમામ રાજ્ય કર્મચારી, પેન્શનર, તેમની પુનઃનિવૃત્ત પત્ની/પતિ તેમજ આશ્રિતો સહિત AIS અધિકારીઓને પણ મળશે. જો કે, ફિક્સ-પે કર્મચારીઓ માટે હાલ જે “કર્મયોગી કાર્ડ” અમલમાં છે, તે યથાવત રહેશે અને 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં પેન્શનરો માટે હાલમાં અમલમાં આવેલી વયવંદના યોજના લાગુ રહેશે.

આ યોજનાથી કર્મયોગીઓ માટે આરોગ્ય સંબંધી સુરક્ષા વધુ મજબૂત બની રહેશે અને સરકારી તંત્ર વધુ સુદૃઢ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!