MAHISAGARSANTRAMPUR

સંતરામપુરમાં આવેલ મુલતાની વાસમાં રાત્રિના ચોર પ્રવૃત્તિથી સ્થાનિક રહીશો પરેશાન

સંતરામપુરમાં ચોરીના પ્રયાસથી લોકોમાં ભયનો માહોલ:

મુલતાનીવાસ, (રજા નગર વિસ્તાર) સંતરામપુરમાં રાત્રિના ચોર પ્રવૃત્તિથી રહેવાસીઓ પરેશાન.

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર…..

સંતરામપુર શહેરના મુલતાનીવાસ વિસ્તારમાં 14 મે, 2025 ના રોજ રાત્રિના અંદાજે 10 વાગ્યે અજાણ્યો ચોર એક મકાનના ધાબા પર પ્રવેશી ગયો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ આ વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ચોર ભાગી જવામાં સફળ થયો હતો.

સ્થાનિક રહેવાસીઓ નાં જણાવ્યા અનુસાર, છેલ્લા 3 થી 4 દિવસથી દરરોજ રાત્રિના લગભગ 10:30 વાગ્યા બાદ અચાનક વિજ પુરવઠો બંધ થઈ જાય છે અને કોઈ અજાણી વ્યક્તિ ધાબા પરથી ટોર્ચ અથવા બેટરી લાઈટ વડે નીચે જોતી હોય છે. ત્યારબાદ તે વ્યક્તિ ધાબાથી ધાબા પર છલાંગ લગાવીને આગળ વધતી હોય છે. આ પ્રકારની ઘટનાઓને કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

સોસાયટીના લોકોનું કહેવું છે કે એવી શંકા છે કે લાઇટ જતી રહેતી હોય તેથી અંધારાનો અજાણ્યા તત્વો અંધકાર નો લાભ લઇ ને આવી પ્રવૃત્તિ કરતાં હોઈ શકે છે. આ વિસ્તાર ના લોકો ની માંગ કરી રહ્યા છે કે રાત્રિના સમયે પોલીસ બંદોબસ્ત મુકવામાં આવે.

Back to top button
error: Content is protected !!