સંતરામપુર નગરના વાડી વિસ્તાર ખાતે નાના સગીર બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ…

સંતરામપુર નગરના વાડી વિસ્તાર ખાતે એક નાનાં સગીર બાળક ને ઉઠાવી જવાનો પ્રયાસ…..
રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર, નગરના એક નાનકડા બાળક, જે મદ્રસામાં ભણવા જઈ રહ્યો હતો, ત્યારે તે પોતાના નિવાસસ્થાન નજીક આવેલ વણકરવાસ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણી બે વ્યક્તિઓ મોટરસાયકલ પર આવીને બાળકને ચોકલેટ આપવાની લાલચ આપી તેને જબરદસ્તી થી પકડી ને મોટરસાયકલ પર બેસાડી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ બાળકે બુદ્ધિપૂર્વક પ્રતિકાર કરી અને એક આરોપીને હાથમાં દાંત મારી અને ધક્કો મારી ને અપહરણકતૉઓની ચુંગાલમાંથી છટકી ગયેલ.ને બાળકે બુમરાણ કરતાં આજુબાજુના દોડી આવતાં આરોપી બંને શખ્સો ઘટના સ્થળેથી મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતાં તાત્કાલિક બાળકના પરિવારજનો સંતરામપુર પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને બનાવ ની જાણ કરી હતી ને બનાવની લેખિત માં પોલીસ ને જાણ કરેલ . સંતરામપુર પોલીસ દ્વારા દ્વારા ઘટના સ્થળે પહોંચી નેઆ વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજ ની તપાસ શરૂ કરવામાં આવી છે.
સંતરામપુર પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને ગુનેગારોને ઝડપથી પકડી પાડવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ ઘટનાને લઈને નગરજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને બાળ સુરક્ષા અંગે ચિંતાઓ વધતી ગઈ છે. સંતરામપુર નગરજનો તથા બાળકના પરિવારજનો દ્વારા આવું કૃત્ય કરનારા આરોપીઓને વહેલી તકે પકડવા પોલીસ તંત્ર પાસે ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે.
નાગરિકોને અપીલ: પોલીસ દ્વારા…
પોલીસ નાગરિકોને અપીલ કરે છે કે જો કોઈને ઘટનાથી સંબંધિત કોઈપણ માહિતી હોય અથવા શંકાસ્પદ વ્યક્તિઓને જોયાં હોય તો તાત્કાલિક સંતરામપુર પોલીસ સ્ટેશન પર સંપર્ક કરવા વિનંતી છે.


