DAHODGUJARATLIMKHEDA

લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

તા.૧૫.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંડીબાર ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ના સહયોગ થકી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રકતદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સવારે ૧૦:૦૦ થી ૦૪:૦૦ વાગ્યા સુધીમાં કુલ.૩૬ જેટલી બોટલ બ્લડ ડોનેટ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રકતદાન કરીને રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યા આ રકતદાન કેમ્પમાં ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ કલ્પેશ બારીયા દ્વારા તમામ રક્તદાતાઓ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!