GUJARATMORBIMORBI CITY / TALUKO

Halvad – હળવદ સરા ચોકડી નજીક કતલખાને લઇ જવાતા 21 પશુઓને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બચાવી લીધા.

 

Halvad – હળવદ સરા ચોકડી નજીક કતલખાને લઇ જવાતા 21 પશુઓને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બચાવી લીધા.

 

હળવદ શહેરની સરા ચોકડી નજીકથી કતલખાને ધકાઈ રહેલા 21 પાડાઓને મોરબી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બચાવી લીધા છે.કાર્યકર્તાઓ દ્વારા આઈસર ટેમ્પો અને ચાલક સહિત બે શખ્સોને ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લઈ જઈ ગુનો નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે દસેક વાગ્યાની આસપાસ શહેરની સરા ચોકડી નજીક કચ્છ તરફથી આવતાં આઈસર ટેમ્પો ને મોરબી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા અટકાવી ટેમ્પામાં બાંધેલી તાલપત્રી હટાવતા તેમાં 21 જીવતા પાડા ભર્યા હોવાનું સામે આવ્યું હતું.જેથી ટેમ્પો ચાલક અને તેની સાથે રહેલ એક શખ્સને પોલીસને સોંપવામાં આવ્યા છે.જ્યારે પાડાઓને પાંજરાપોળમાં મોકલી દેવાયા છે. બિજીતરફ આ ઘટનામાં આરોપીઓ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ 21 પાડા કચ્છના નખત્રાણા થી ભરી અમદાવાદ કતલખાને લઈ જવાતા હતા સાથે જ ટેમ્પોની આગળ ઈમરાન દૂધવાલા નામનો કસાઈ પાઈલોટિંગ આપતો હોવાનું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે.આ સફળ કામગીરીમાંમોરબી લીમડી ધાંગધ્રા હળવદ ચોટીલા.ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી અખિલ વિશ્વવ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય ગૌરક્ષક દળ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં મોરબી લીમડી ચોટીલા રાજકોટના ના ગૌરક્ષક નો ખૂબ સારો એવો સહયોગ મળ્યો હતો

Back to top button
error: Content is protected !!