GUJARATMAHISAGARSANTRAMPUR
મહિસાગર જિલ્લાના કલેકટર અર્પિત સાગરની રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્કની મુલાકાત

મહિસાગર જિલ્લાના કલેકટર અર્પિત સાગરની રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્કની મુલાકાત
મહિસાગર જિલ્લાના કલેકટરશ અર્પિત સાગર આજ રોજ રૈયોલી ખાતે આવેલ ડાયનાસોર ફોસિલ પાર્કની મુલાકાત લીધી હતી. તેઓએ સ્થળ પર જઈ સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું તથા અહીંના પ્રવાસન વિકાસ માટે જરૂરી કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
શ્રી અર્પિત સાગરે પાર્કને વધુ આકર્ષક બનાવવા, પ્રવાસીઓને વધુ સગવડો મળી રહે એ માટેના આયોજન અને સુવિધાઓ વિકસાવવા જરૂરી પગલાં અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ રૈયોલી વિસ્તારના વૈજ્ઞાનિક અને ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને પર્યટન વિકાસની વધુ તકો શોધવા ઉપર ભાર મુકાયો હતો.
કલેક્ટરની આ મુલાકાત સાથે સ્થાનિક તંત્ર દ્વારા પણ વિવિધ આયોજન વિશે રજૂઆત કરવામાં આવી હતી.



