
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : જ્વલનશીલ પદાર્થનો મોટો જથ્થો રાખનાર 1 આરોપીની ધરપકડ, સોનાના દાગીના ચમકાવવા વપરાતું હતું એસિડ, ઝેર અધિનિયમ હેઠળ નોંધાય ગુન્હો
અરવલ્લી એસોજીની ટીમે મોડાસા શરાફ બજાર વિસ્તારમાં છાપો મારી એક દુકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ પદાર્થનું જથ્થો ઝડપી રહ્યો હતો આ જથ્થો આધાર પુરાવા વગર દુકાનમાં એસિડનો મોટી માત્રામાં જથ્થો રાખનાર શખ્સની ધરપકડ કરી પોલીસી કાર્યવાહી હાથ ધરી હતી મોડાસા શરાફ બજાર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થનો મોટો જથ્થો ગેરકાયદેસર રાખી મૂકવામાં આવ્યો અરવલ્લી જિલ્લા SOG પોલીસની બાતમી હતી અને જેના પગલે પોલીસની ટીમ પહોંચી દુકાનમાંથી વાદળી કલરના બે મોટા કેરબાની સફેદ કલરના બે કેરબા કુલ ચાર કેરબામાંથી 47 લિટર એસિડનો જથ્થો જપ કર્યો હતો
એસિડનો મોટી માત્રામાં જથ્થો રાખનાર મિનહાજુદ્દીન અબુલ કાસીમ શેખની પોલીસે પૂછપરછ કરતા સોનાના દાગીના ચમકાવવા એસિડ ભરેલું હોવાનું જણાવ્યું હતું જોકે મોટી માત્રામાં પદાર્થ રાખવા માટે કોઈ આધારપુરા રજૂ કરવામાં આવ્યા ન હતા જેના પગલી એસિડનું જથ્થો રાખનાર વિરુદ્ધ બીએનએસ કલમ 286 તથા ઝેર અધિનિયમ 1919 ની કલમ 6 મુજબ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે શરાફ બજાર વિસ્તારમાંથી છાપો મારતા જ ગેરકાયદેસર પદાર્થનો સંગ્રહ કરનારોમાં ફફડાટ ફેલાયો છે





