TANKARA:ટંકારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ (16 મે ) નિમિતે “પાણી ભરેલા પાત્રો તપાસો, સાફ કરો, ઢાંકી ને રાખો” ની થીમ ને લઈ ગામ માં પત્રિકા વિતરણ કરવામાં આવી

TANKARA:ટંકારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ (16 મે ) નિમિતે “પાણી ભરેલા પાત્રો તપાસો, સાફ કરો, ઢાંકી ને રાખો” ની થીમ ને લઈ ગામ માં પત્રિકા વિતરણ કરવામાં આવી
ટંકારા તાલુકા ના નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના હરબટીયાળી ગામે જિલ્લા મેલેરિયા અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર નેકનામ ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ (16 મે ) નિમિતે “પાણી ભરેલા પાત્રો તપાસો, સાફ કરો, ઢાંકી ને રાખો” ની થીમ ને લઈ ગામ માં પત્રિકા વિતરણ જૂથ ચર્ચા દ્વારા પ્રચાર પ્રસાર તેમજ જન જાગૃતિ માટે ના કાર્યક્રમો હેલ્થ સુપરવાઇજર સુરેશભાઈ , કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજેશ ચાવડા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર રાહુલ રાઠોડ દ્વારા હાજર રહી ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણી મા થતા હોઇ મચ્છર ઉત્પતી ન થાય તેટલા માટે ઘર ના પાણી ભરાયેલ તમામ પાત્રો હવા ચુસ્ત ઢાકણ થી બંધ રાખવા માટે તેમજ દર અઠવાડીયે એક વાર પાણી ના પાત્રો જેવા કે ફ્રિઝ ની પાછળની ટ્રે કુલર માં ભરેલ પાણી, આસપાસ ના બંધ ઘરો,મહોલ્લા, સોસાયટી ઓફીસ ના ધાબામાં કાટમાળ કોઠી ,ટાંકી ,ટાયર, કુંડા નકામા પાત્રોમાં ભરાયેલ પાણી ખાલી કરવા વિશે લોકોને માહિતગાર કરેલ સાથે મચ્છર ના પોરા અને પોરા ભક્ષક માછલી નિદર્શન દ્રારા માહિતગાર કરેલ. તેમજ ડ્રાય ડે વિશે લોકોને માહિતી આપેલ .







