GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે “સ્પેશિયલ ઇમ્પ્રુવમેન્ટ વર્ગ” – ભવિષ્ય સુધારવાની અનમોલ તક

MORBI:મોરબી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે “સ્પેશિયલ ઇમ્પ્રુવમેન્ટ વર્ગ” – ભવિષ્ય સુધારવાની અનમોલ તક

 

 

મોરબી, તારીખ : 17/05/2025 ધોરણ 12 સાયન્સ વિભાગના એવા વિદ્યાર્થીઓ જેમણે માર્ચ-2025માં લેવામાં આવેલી બોર્ડ પરીક્ષા આપી છે અને એક કે વધુ વિષયોમાં નાપાસ થયેલા હોય અથવા ઓછા ગુણ મળ્યા હોવાથી પોતાના ગુણ થી અસંતોષિત હોય, તેમના માટે મોરબી જિલ્લામાં અનોખું અને લાભદાયી અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ, તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી – મોરબી અને ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલ – મોરબીના સંયુક્ત ઉપક્રમે, “સ્પેશિયલ ઇમ્પ્રુવમેન્ટ વર્ગ” નું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પુનઃ તૈયારીની તક આપવી અને આવતી પૂરક પરીક્ષા (જૂન-2025 )માં વધુ ગુણ મેળવી સફળતા મેળવવામાં મદદરૂપ થવાનો છે.

વર્ગની ખાસિયતો :
● ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ગણિત જેવા અઘરા વિષયોની ગુણવત્તાપૂર્ણ તૈયારી
● અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્વારા માર્ગદર્શન
● નિયમિત MCQ અને લેખિત ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન
● પરીક્ષાની દૃષ્ટિએ ઉપયોગી અભ્યાસક્રમ આવરી લેવાશે.
● શિસ્તબદ્ધ અને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ

આ સ્પેશિયલ ઇમ્પ્રુવમેન્ટ વર્ગમાં કોણ જોડાય શકે ?*
મોરબી જિલ્લામાં આવેલી કોઈપણ શાળામાંથી ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કરનારા એવા તમામ વિદ્યાર્થીઓ જે પરિણામ સુધારવા માંગતા હોય અને પૂરક પરીક્ષા (જૂન 2025 ) માં પરીક્ષા આપવાના હોય તેવા વિદ્યાર્થીઓ આ વર્ગમાં જોડાઈ શકે છે.

સ્પેશિયલ ઇમ્પ્રુવમેન્ટ વર્ગ”
ફોર્મ ભરવાની તારીખ 18/05/2025 થી તારીખ 20/05/2025 સુધીમાં online link રજીસ્ટ્રેશન કરી લેવું.
વર્ગ શરૂ થવાની તારીખ :* 21/05/2025
સમય :સવારે 8 થી 12 સ્થળ :
ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલ – મોરબી
મણી મંદિરની બાજુમાં, મોરબી

રજીસ્ટ્રેશન માટે સંપર્ક :વિદ્યાર્થીઓએ નીચેના નંબર પર સંપર્ક કરીને પોતાનું નામ નોંધાવવાનું રહેશે.
શ્રી સુધીર વી. ગાંભવા – મો. નં. 99256 50006
અથવા નીચેની link માં ફોર્મ ભરવાનું રહેશે.
https://surveyheart.com/form/682710af6a5c2806fd430e75

અહીં આપેલ QR code સ્કેન કરીને પણ ફોર્મ ભરી શકાશે.વિદ્યાર્થીઓને અનુરોધ છે કે તેઓ સમયસર રજીસ્ટ્રેશન કરી આ વિશિષ્ટ તકનો લાભ લે અને પોતાના ભવિષ્યને વધુ ઉજ્જ્વળ બનાવે.

Back to top button
error: Content is protected !!