મેઘરજ ગ્રામ પંચાયતમાં જન્મના દાખલા માટે અરજદારોને ધરમ ધક્કા..!! સ્ટેશનરીના અભાવે 700 જેટલી અરજીઓ પેન્ડિંગ.

અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજ ગ્રામ પંચાયતમાં જન્મના દાખલા માટે અરજદારોને ધરમ ધક્કા..!! સ્ટેશનરીના અભાવે 700 જેટલી અરજીઓ પેન્ડિંગ.
અરવલ્લી જિલ્લામાં આધારકાર્ડ અને જન્મના દાખલામાં સુધારા માટે જન્મના દાખલાના માટેના પ્રમાપત્ર ની જરૂરિયા ઊભી થઈ.હાલ આધાર કાર્ડમાં જન્મ તારીખના સુધારા માટે જુના દાખલા આધાર કાર્ડ ખરાઈ માટે ચાલતા નથી. જેમાં જન્મના નવીન પ્રમાણમપત્ર બારકોર્ડ સ્ટીકર ધરાવતા દસ્તાવેજ માન્ય ગણવામાં આવે છે.જન્મ તારીખના સુધારા માટે મેઘરજ ગ્રામ પંચાયતમાં તેમજ જન્મસ્થળના વિસ્તારમાં જે તે વિભાગમાંથી નવીન પ્રમાણમ પત્ર સુધારા અને નવું પ્રમાણપત્ર લેવા માટે અરજદારોએ અરજીઓ કરી છે. પરંતુ જન્મના પ્રમાણપત્ર સહિત સ્ટેશનરી ન હોવાના કારણે મેઘરજ ગ્રામ પંચાયતમાં 700 જેટલા જન્મના પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારોએ અરજીઓ કરી છે.જે અરજીઓ પેન્ડિંગ છે જેનું કારણ છે કે જરૂરિયાત મુજબની સ્ટેશનરી હાલ ઉપલબ્ધ નથી જેના કારણે જન્મ દાખલા મેળવવા માટે અરજદારો પરેશાન થયા છે અને આ પરિસ્થિતિ છેલ્લા બાદથી 12 દિવસથી છે.ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતમાં પણ જાણ કરવામાં આવી છે અને તાલુકા પંચાયત ધ્વારા જિલ્લા પંચાયતના સંબધિત વિભાગને જાણ કરેલ છે પરંતુ આ બાબતે હજુ સુધી જરૂરી દસ્તાવેજનો સ્ટોક મળેલ ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અરજદારે જણાવ્યુ હતું કે જન્મના પ્રમાણપત્ર પૂરા થઈ ગયા હોવાનું ગ્રામ પંચાયત ના કર્મચારીએ કારણ દર્શાવ્યુ હતું. છેલ્લા 12 દિવસથી અરજદારોને જન્મ નું પ્રમાણપત્ર ન મળતા,ગ્રામ પંચાયત તેમજ જિલ્લા પંચાયત વિભાગ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.તંત્ર સત્વરે જરૂરી સ્ટેશનરી ઉપલબ્ધ કરાવે એવી માંગ ઉઠી છે.




