BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વરમાં દારૂની હેરાફેરી પકડાઈ:બે સ્થળેથી 42 બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે જીતાલી ગામના યોગી એસ્ટેટમાં આવેલા ઉમા સોલકેમ ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
રાજસ્થાનથી ચૂનો ભરીને આવેલી ટ્રકમાંથી વિદેશી દારૂની 12 બોટલ મળી આવી હતી. પોલીસે 18 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના ટ્રક ચાલક શ્રવણકુમાર પ્રતાપરામ ગુલારામ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.
બીજા બનાવમાં, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના રોડ ફળિયામાં દરોડો પાડ્યો હતો. આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ સોમા વસાવાના ઘરેથી વિદેશી દારૂની 30 બોટલ મળી આવી હતી. પોલીસે 3 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. બંને કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.