દાહોદના રળીયાતી એસ.ડી.દાદરવાલા કોલેજ ઓફ નર્સિંગ અને એસ.આર.કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ, ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઓથ ટેકિંગ સેરેમની (શપથ ગ્રહણ કાર્યક્રમ)નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો

તા.૧૬.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રળીયાતી એસ.ડી.દાદરવાલા કોલેજ ઓફ નર્સિંગ અને એસ.આર.કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ, ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઓથ ટેકિંગ સેરેમની (શપથ ગ્રહણ કાર્યક્રમ)નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો
દાહોદ જિલ્લા ના નર્સિંગ કોલેજના ઇતિહાસમાં પ્રથમ વખત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ના આદેશ પર સિંદૂર ઓફરેશન ની સફળતાને લઈ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને જે આર્મીના જવાનો ત્યાં સહિત થયા છે તેમને યાદ કરી મૌન કરી એમને શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડૉ. હરીભાઈ આર. કટારીયા સાહેબ, આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્રના પ્રમુખ સંદીપ શેઠ, સંસ્થાના સહમંત્રી વિકાસભાઈ ભુતા, સભ્ય રાહુલભાઈ તલાટી, સભ્ય સદારભાઈ લીમખેડાવાલા તથા સંસ્થાના અન્ય ટ્રસ્ટીગણ પણ હાજર રહ્યા હતા અને નર્સિંગ ઇન્સ્ટીટયુટના પ્રિન્સીપાલ ડૉ. કે. એલ. લતા તેમજ નર્સિંગ ઇન્સ્ટીટયુટનો તમામ સ્ટાફ, અર્બન હોસ્પિટલનો તમામ સ્ટાફ તેમજ નર્સિંગના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનનું સ્વાગત દાહોદ ના પારંપરીક રીવાજ પ્રમાણે ઢોલ અને લેઝીમના નૃત્ય અને તિરંગા યાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું





