કાંકરેજ તાલુકાના દેવદરબાર ખાતે તળાવનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું..
કાંકરેજ તાલુકાના દેવદરબાર ખાતે તળાવનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું..
કાંકરેજ તાલુકાના દેવદરબાર ખાતે તળાવનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું..
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતાનુસાર જળ બચાવવું એ માત્ર સંસાધન બચાવવાનો નહીં,પણ ભવિષ્ય બચાવવાનો સંકલ્પ છે.”આ વિચારને સાર્થક કરતા જળ સંચય અભિયાન અંતર્ગત કાંકરેજ તાલુકાના દેવદરબાર ખાતે જાગીરદાર સમાજ ધર્મગુરૂ ગાદી દેવદરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજી બાપુ ગુરૂશ્રી વસંતનાથજી બાપુ ની પાવન નિશ્રામાં બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાધેલા ના વરદ હસ્તે થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસબેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર, કાંકરેજ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,મહામંત્રી રમેશભાઈ જોષી, થરા શહેર ભાજપ પૂર્વપ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી. પરમારની ઉપસ્થિતિમાં આજરોજ તા. ૧૬/૦૫/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ સવારે દેવદરબાર તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.જળ સંચય અભીયાન કાંકરેજ ટીમ અને કાર્યકર્તા બંધુઓ કાર્યક્રમ માં જોડાયા હતા.જમીનનાજળસ્તર વધારવા, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ની સમસ્યા હલ કરવા તથા લોકો માં જળ જાગૃતિ ફેલાવવાની દિશામાં આ પ્રયાસ નોંધપાત્ર છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર ભારતમાં જળ સંચય અને જળ સંરક્ષણ માટે ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે. જળ સંચય થકી આપણે માત્ર સંસાધનજ બચાવતા નથી પરંતુ આપણું ભવિષ્ય બચાવીએ છીએ.ત્યારે સમગ્ર બ.કાં.જિલ્લા માં જળ સંરક્ષણ અને જળ સંચય માટે વિવિધ સ્તરે કામગીરી શરૂ કરવામાં આવી છે.ભૂગર્ભ જળ સ્તરમાં વધારો કરવા અને વહી જતા વરસાદના પાણીના એક એક ટીંપાને ભૂગર્ભમાં વધુમાં વધુ જળ સંગ્રહ કરવા સૌએ કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530