AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં એક ટોળકીએ યુવકને લગ્ન કરાવી આપવાની લાલચ આપી 1.60 લાખની છેતરપિંડી કરી ફરાર..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમે ગુનો નોંધી લૂંટરી દુલ્હનની શોધખોળ હાથ ધરી..

ડાંગ જિલ્લામાં એક ટોળકીએ લગ્ન કરાવી આપવાની તથા લગ્ન કરવાની લાલચ આપીને અમદાવાદના એક યુવક પાસેથી 1.60 લાખ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરેલ હોય જેને લઈને સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે.અમદાવાદ શહેરના જીગ્નેશ જયંતીભાઈ રાઠોડ (ઉ. વ.38)ના મમ્મીએ જીગ્નેશભાઈને આશરે દસેક દિવસ પહેલા તેમના વોટસએપમાં એક છોકરીનો ફોટો બતાવ્યો હતો.અને તેમના મમ્મીએ જણાવ્યું હતું કે,”તારા મામા પ્રવિણભાઈ મંગળભાઈ ચાવડાએ  મોબાઇલમાં આ છોકરીનો ફોટો મોકલી,ફોનથી પ્રવિણએ વાત કરેલ કે, એક ઓળખીતા રાહીલબેન વિનોદભાઈ પરમાર એ આ છોકરીને ઓળખે છે. અને છોકરી ડાંગ જીલ્લા સાપુતારા બાજુની છે. અને ભાણેજ જીગ્નેશને આ છોકરીનો ફોટો બતાવી જોજો તેને છોકરી ગમે તો આપણે જોવા જશુ તેમ વાત કરેલ.” તે પછી છોકરી જીગ્નેશ ભાઈ ને ગમતી હોઇ અને છોકરી જોવા જવા બાબતે તેમના મામા સાથે ફોન ઉપર વાતચીત ચાલુ હતી.અને તા.10/05/2025ના રોજ ડાંગ જીલ્લા સાપુતારા આવવાનું નક્કી થયેલ હતુ. જેથી જીગ્નેશ ભાઈ ના ઘરેથી જીગ્નેશભાઈ તથા તેમના મમ્મી આનંદીબેન અને પપ્પા જયંતીભાઈ અને  મામા પ્રવિણભાઈ અને રાહીલબેન વિનોદભાઈ પરમારનાઓ રાહીલબેન વિનોદભાઈ પરમાર (રહે. ના મુવ તા. કપડવંજ જી.ખેડા હાલ રહે.આહવા તા.આહવા જી.ડાંગ) તથા વિનોદભાઈ પરમાર  ફોર વ્હીલ ગાડીમાં બેસીને રાહીલબેનના કહેવાથી અમદાવાદ થી તા.11/05/2025નાં રોજ સવારના દશેક વાગ્યે આહવા આવેલ હતા. અને આહવા ખાતે રાહીલબેન તેના બેનના ઘરે લઈ ગયેલ અને ત્યારે રાહીલબેન કહેલ કે, “છોકરીનો કોન્ટેકટ થતો નથી. તમે અહીં થોડીવાર રોકાવી હું મારી બેન રેખાનો કોન્ટેકટ કરૂ છુ તે બીજી છોકરી બતાવશે.” તેમ જણાવેલ અને તે પછી રાહીલબેનએ  તેની બહેન રેખાબેનના ઘરે લઈ ગયેલ હતી.અને રેખાબેને જીગ્નેશ ભાઈ ને  મોબાઇલમાં એક બીજી છોકરીનો ફોટો બતાવેલ અને  તે છોકરી જીગ્નેશભાઈને ગમતી હોઇ જેથી રેખાબેને કહેલ કે, “આ છોકરી મહારાષ્ટ્રની છે અને તે છોકરીને ગોરીયામાળ જોવા જવાનુ છે.તમારી સાથે મારા પતિ વિનેશભાઈ આવશે.” તેમ જણાવતા જીગ્નેશભાઈની સાથે ગાડીમાં રેખાબેનનો પતિ વિનેશભાઇ તેમને ગોટીયામાળ ગામે લઈ આવેલ હતા અને ગોટીયામાળ ગામે મધુભાઈના ઘરે લઇ ગયેલ અને મધુભાઈએ આ યુવકને એક છોકરી બતાવેલ અને તે છોકરીને મહારાષ્ટ્ર રાજયનો રાકેશભાઈ લઈ આવેલ હતો.અને રાકેશભાઇએ યુવકને કહેલ કે, છોકરી સાથે લગ્નનો ખર્ચો તમારે આપવો પડશે અને લગ્નનો ખર્ચો રૂ.1,80,000/- થશે તેમ જણાવેલ જેથી યુવકે રાકેશભાઇને કહેલ કે, થોડા ઓછા કરો તેમ જણાવતા રાકેશભાઈએ કહેલ કે, વીશ હજાર ઓછા કરીને તમારે હાલમાં લગ્નનો ખર્ચો રૂ. 1,60,000/- આપવા પડશે તેમ જણાવેલ, જેથી યુવકે તા.11/05/2025નાં રોજ રાકેશભાઈને ગોટીયામાળ ગામે મધુભાઈના ઘરે રોકડા રૂ.10,000/- આપેલ હતા. અને રાકેશભાઈએ કહેલ કે, આવતી કાલ તમારા લગ્ન કરીશું અને સવારના દસ વાગ્યે શામગહાન આવજો આપણે સ્ટેમ્પ કરીને લગ્ન કરીશું તેમ જણાવતા યુવક સાથે આહવાથી આવેલ વિનેશભાઈને શામગહાન ઉતારી દીધેલ અને યુવક તેમના મામાની સાસરીમાં ગુંદવહળ ગામે ગયેલ હતા. ત્યારબાદ યુવક અને તેનો પરિવાર તા.12/05/2025ના રોજ સવારે શામગહાન આવેલ હતા. અને શામગહાન બસ સ્ટેશન પાસે મધુભાઇ સફેદ કલરની મહારાષ્ટ્ર પાસીંગની એક સ્વીફટ ફોર વ્હીલ ગાડી, તેમા છોકરીને લઈને બતાવવા માટે આવેલ હતા.બાદમાં સ્વીફ્ટ મૂકી આવી મધુભાઈ એક મોટરસાયકલ લઈને શામગહાન આવેલ હતા.અને રાકેશભાઈ વાત કરતા હતા કે, શામગહાનમાં સ્ટેમ્પનુ મળતુ નથી. જેથી આહવા કે વઘઇ જવું પડશે અને તેનો ખર્ચો વધી જશે. જેથી  અહીં શામગહાન કાચુ લખાણ કરી લઇએ તેમ જણાવેલ જેથી યુવકના મામા ઝેરોક્ષ વાળાની દુકાને લખાણ કરવા ગયેલ હતા.તે વખતે રાકેશભાઈએ યુવકને કહેલ કે,તમારે બાકીનાં રૂપિયા આપવા પડશે.જેથી યુવકે 50 હજાર રોકડા અને એક લાખ રૂપીયા   તેના મોબાઈલમાં એક સ્કેનર બતાવેલ જે સ્કેનરમાં 50 – 50 હજાર કરીને બે વખત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી આપ્યા હતા.પરંતુ બાદમાં આ રાકેશભાઈ તથા મધુભાઈ તથા છોકરી ગાડી લઈને ત્યાંથી જતા રહ્યા હતા. અને બાદમાં તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.આ યુવક અને તેના પરિવારે શામગહાન ખાતે સાંજ સુધી તેમની રાહ જોઈ હતી પરંતુ તેઓ પરત આવ્યા ન હતા. જેથી આખરે કંટાળીને આ યુવક અને તેમનો પરિવાર અમદાવાદ ખાતે પરત ફરી ગયો હતો. ત્યારે અહીં લગ્નના નામ પર આ ટોળકી દ્વારા છેતરપિંડી કરીને 1.60 લાખની માતબર રજમ ખંખેરી લેવામાં આવેલ છે.અને ફરાર થઈ ગયા હતા.ત્યારે આ સમગ્ર મામલાને લઈને છેતરપિંડી અંગે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જેને લઈને સાપુતારા પોલીસ મથકના પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા ગુનો નોંધી લૂંટરી દુલ્હનની ટોળકીની શોધખોળ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!