ભરૂચ સી ડિવિઝન પોલીસે તુલસીધામ ચોકડી પાસેથી યુવતી ભગાડવાની રીસ રાખી એક વ્યક્તિનું અપહરણ કરી લઇ જનાર બે આરોપીઓને દાહોદથી ઝડપી પાડ્યા હતા
સમીર પટેલ, ભરૂચ
ગત તારીખ-૧૫મી મેના રોજ સાંજના આઠેક વાગ્યાનાં અરસામાં ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઇસમો દ્વારા બોલેરો ગાડીમાં જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી લઈ ગયા હતા.આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી.તે સમયે CCTV કેમેરા જોતા બોલેરો ગાડીનો નંબર તપાસ કરતા તે એક સફેદ કલરની બોલેરો ગાડી નંબર-GJ-20-CA-6568 હોવાનું જણાઈ આવી હતી.બોલેરો ગાડીમાં કમલેશ માનજીભાઇ ભુરા અને શ્રવણ ચંદુભાઈ ગણાવા જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી દાહોદ ખાતે તેમના વતન ખાતે લઇ ગયેલ છે જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દાહોદના નાંદવા ગામ ખાતે તપાસ કરતા એક ઘરમાંથી અપહરણ કરેલ વ્યક્તિને ગોધી રાખવામાં આવ્યા હતા.જેઓને પોલીસે મુક્ત કરાવી અપહરણકાર કમલેશ ભુરા અને
સરવીન ઉર્ફે શ્રવણ ગણાવાને બોલેરો ગાડી અને ફોન મળી કુલ 5.10 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.