GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ચાલતા બ્યુટી પાર્લર અને સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા

 

MORBI:મોરબી ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ચાલતા બ્યુટી પાર્લર અને સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા

 

 


ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ચાલતા સિવણ અને બ્યુટી પાર્લર કેદ્રના લાભાર્થી બહેનોને નવલખી રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી સાઈ મંદિર રણછોડનગર સોસાયટીમાં વિતરણ કરવામાં આવ્યા આ સર્ટીફીકેટ વિતરણ કાર્ય પહેલા લાભાર્થી બહેનોના જીવનમાં રોજગાર રૂપી પ્રકાશ ફેલાવે તેવી ભાવના સાથે ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સભ્યો ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું


આ સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમમાં સિવણ કેન્દ્રના પ્રણેતા શ્રી દેવકરણભાઈ આદ્રોજા અને સમિતિના સભ્યો શ્રીમતી શારદાબેન આદ્રોજા કાજલબેન આદ્રોજા તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા સૌરાષ્ટ્ર કચ્છ ના પાસ્ટ ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર રમેશભાઈ રૂપાલા સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા તેમજ અનષ્ટોપેબલ પ્રમુખ હેતલબેન પ્રિન્સપલ કાઉન્સિલના પિયુતાબેન પટેલ વિનુભાઈ ભટ્ટ સાઈ મંદિરના મહંત શ્રી બાબુભાઈ વગેરે આ સેવાકીય કાર્યક્રમમાં હાજરી આપેલ તેમજ ૨૬ બ્યુટી પાર્લર કેન્દ્રની અને ૧૨ સિવણ કેન્દ્રની લાભાર્થી બહેનોને દરેક મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં પ્રસંગોચિત
વક્તવ્ય પી એસ આઈ પટેલ બેન પિયુતાબેન પટેલ રમેશભાઈ રૂપાલા અધ્યક્ષ શ્રી દેવકરણભાઈ આદ્રોજા તેમજ શ્રીમતી શારદાબેન આદ્રોજા અને ટી સી ફુલતરિયાએ
આપ્યું દરેક બહેનોને રોજગારી મળે સમાજને ઉપયોગી થાય તેવી ભાવના દરેકના સંબોધનમા વ્યક્ત કરવામાં આવી
આ કાર્યક્રમ સિવણ કેન્દ્ર અને બ્યુટી પાર્લર કેદ્રના માર્ગદર્શક હેતલબેન ભટ્ટ અને ક્લાસિસના દરેક સંચાલિકા બહેનો દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું અને અંતે આભારવિધિ હેતલબેન ભટ્ટે કરી દરેક બહેનોને ગરમા ગરમ નાસ્તો આપવામાં આવ્યો અને પ્રોગ્રામ પુર્ણ કરવામાં આવ્યો તેવુ ગંગા સ્વરૂપ સહાય સમિતિના કારોબારી સભ્ય ત્રિભોવનભાઈ સી ફુલતરિયાની યાદી માં જણાવવામાં આવે છે

Back to top button
error: Content is protected !!