AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના ભવાડી ગામે હત્યા,આત્મહત્યા અને આકસ્મિક બનાવમાં ત્રણનાં મોત નિપજ્યાં

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ભવાડી ગામે પતિએ પત્ની ની હત્યા કરી પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો,જ્યારે બીજા બનાવમાં પરિવારમાં જ એકનું આકસ્મિક મોત નિપજતા તપાસનો વિષય..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ભવાડી ગામે પતિએ પત્ની ની હત્યા કરી પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો,જ્યારે બીજા બનાવમાં  પરિવારમાં જ એકનું આકસ્મિક મોત નિપજતા તપાસનો વિષય બની જવા પામ્યું છે. ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ભવાડી ગામ ખાતે પતિ – પત્ની વચ્ચે અવારનવાર કૌટુંબિક ઝઘડાઓ થતા હતા.ત્યારે શુક્રવારે મોડી રાતે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો બોલાચાલી એટલી ઉગ્ર બની હતી કે પતિએ પત્નીની હત્યા કરી હતી.અને બાદમાં પતિએ પણ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યુ હતુ.ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભવાડી ગામના ઉપલુ ફળિયામાં  રહેતા સાધુરામભાઈ બાળુભાઈ વળવી (ઉ. વ.53) અને તેમની પત્ની શાંતાબેન સાધુરામભાઈ વળવી (ઉ. વ.51) વચ્ચે અવાર-નવાર કૌટુંબિક કારણોસર તકરાર અને ઝગડો થતો હતો. ત્યારે  તા.16/05/2025નાં રોજ સાંજના સાતેક વાગ્યે પતિ સાધુરામભાઇ બહારથી ઘરે આવ્યા અને  પત્ની શાંતાબેન સાથે અગાઉના કૌટુંબિક કારણોસર તકરાર બાબતે બોલા-ચાલી કરવા લાગ્યા હતા.તેમજ બંને પતિ – પત્ની વચ્ચે ઝઘડો તકરાર ચાલી રહ્યો હતો.ત્યારે ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં રાત્રીના સાડા આઠેક વાગ્યાથી રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના સમય દરમ્યાન પત્ની શાંતાબેનને આંખના ભાગે ગંભીર ઇજા કરી કે અન્ય રીતે મારી નાખી તેમ હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પતિએ હત્યા કરી દીધી હોય તેવું તેમની દીકરીને જણાવ્યુ હતુ.અને પછી સાધુરામભાઈ ઘરમાંથી બહાર જતા રહ્યા હતા.અને ગામમાં અલગ અલગ સ્થળ પર ભાગતા હતા અને ગામના લોકોને કહેતા હતા કે,”મે મારી પત્નિને મારી નાખી છે, જેથી મારે પણ મરી જવું છે. “તેમ કહી તેઓ ઘરેથી નિકળી ગયેલ હતા.અને બાદમાં સાધુરામભાઈએ તેમના ખેતરમાં આવેલ ઝાડ ઉપર ખાટલાની પ્લાસ્ટીકની નાઇલોનની પટી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.ત્યારે આ સમગ્ર મામલાને લઈને મરણ જનારની દીકરીએ વઘઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.હાલમાં ડાંગ જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયા અને વઘઇ પી.આઈ.પી.ડી.ગોંડલીયાની ટીમે ઘટના સ્થળે દોડી જઈ લાશનો કબજો મેળવી હત્યા અને આપઘાત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ઉપરાંત મરણ જનાર સાધુરામભાઈના ઘર નજીક જ રહેતા  સાઢુભાઈ સુરેશભાઈનું પણ આકસ્મિક રીતે મોત નીપજ્યુ હતુ.જેને લઇને વઘઈ પોલીસે આકસ્મિક મોત અંગેનો ગુન્હો નોંધી, આ દિશામાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ભવાડી ગામે એક જ દિવસે હત્યા,આત્મહત્યા અને આકસ્મિક બનાવમાં ત્રણ મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી..

Back to top button
error: Content is protected !!