HIMATNAGARSABARKANTHA
ચિત્રોડા નિવાસી સુમિત્રાબેન કાંતિલાલ વ્યાસ જેઓ 79 વયની ઉંમરે આકસ્મિક મૃત્યુ પામ્યા તો તરતજ એમના પુત્ર નિમેશભાઈ દ્વારા ચક્ષુ દાન કરવાનો નિર્ણય

અહેવાલ:- પ્રતિક ભોઈ
આજે સવારે ચિત્રોડા નિવાસી સુમિત્રાબેન કાંતિલાલ વ્યાસ જેઓ 79 વયની ઉંમરે આકસ્મિક મૃત્યુ પામ્યા તો તરતજ એમના પુત્ર નિમેશભાઈ દ્વારા ચક્ષુ દાન કરવાનો નિર્ણય જાહેર કરી સિવીલ પ્રસાસનનો સંપર્ક કરી સિવીલ પ્રસાસનના ઓપ્થેલ વિભાગના ડો. મેગાબેન અને સમાજસેવક રાકેશભાઈ ભાટીયા તાત્કાલીક ચિત્રોડા પહોચી ને ચક્ષુદાન લઈ ને અમદાવાદ ચક્ષુ વિભાગમા પહોચાડી દેવાની જોગવાઈ કરી દીઘેલ છે સુમિત્રા બાના પરિવારનો અમે ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ સુમિત્રા બાના પરિવારના આ નિર્ણય બીજા ઘણા લોકોના માટે પ્રેરણારુપ છે કે મૃત્યુ પછી પણ ચક્ષુદાન કરીને સમાજમા કોઈક ને મદદરૂપ થવાય છે પરિવાર જનોનો ફરીથી ખુબ ખુબ આભાર સામાજિક કાર્યકર્તા રાકેશભાઈ ભાટિયા એ વ્યક્ત કર્યો



