હાલોલ મહાજન આરોગ્ય સંચાલીત એલ.એન.તલાટી ડેન્ટલ હોસ્પિટલ ખાતે અદ્યતન ટેક્નોલોજી ધરાવતી ડેન્ટલ ચેર દર્દીઓ માટે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૫.૨૦૨૫
હાલોલ મહાજન આરોગ્ય સંચાલિત એલ.એન.તલાટી ડેન્ટલ હોસ્પિટલ ખાતે આજે અદ્યતન ટેક્નોલોજી ધરાવતી ડેન્ટલ ચેર સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર તેમજ દાતાશ્રીઓ તેમજ મંડળના ટ્રસ્ટી ભરતભાઈ પરીખ, પંકજભાઈ પરીખ અને દિવ્યાંગ ભાઈ મ્હેતા તેમજ હોસ્પિટલના કર્મચારીઓ અને નગરના આગેવાનોની ઉપરસ્થિતિમાં દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.હાલોલ નગરના બસ્ટેન્ડ સામે આવેલ શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ દ્વારા મેડિકલ સેવાઓ રાહત દરે પૂરી પાડવામાં આવે છે જેમાં કે. એસ.શેઠ પ્રસૂતિ ગૃહ પીએમ.પરીખ જનરલ હોસ્પિટલ, સીવીસા ડાયાલિસિસ સેન્ટર, ફીજીયો થેરાપી સેન્ટર, બ્લડ બેન્ક સહિત વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા હાલોલ નગર સહિત તાલુકાના દર્દીઓ માટે રાહત દરે સેવા પૂરી પાડવામાં આવે છે જેમાં આજરોજ એલ. એન.તલાટી ડેન્ટલ હોસ્પિટલ ખાતે અદ્યતન ટેક્નોલોજી ધરાવતી ડેન્ટલ ચેર આજે દર્દીઓ માટે વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી.












