NANDODNARMADA

નર્મદા જિલ્લામાં નકલી આવકના દાખલા કૌભાંડની તપાસ માટે SIT ની રચના , પોલીસે ૧૦૦ થી વધુની પૂછપરછ કરી

નર્મદા જિલ્લામાં નકલી આવકના દાખલા કૌભાંડની તપાસ માટે SIT ની રચના , પોલીસે ૧૦૦ થી વધુની પૂછપરછ કરી

 

આરોપીઓએ તલાટી કમ મંત્રીના સિક્કા બનાવ્યા, ડુપ્લીકેટ સહી કરી દાખલા બનાવી આપ્યા હતા ત્યારબાદ મામલો ધ્યાને આવતા પોલીસ ફરિયાદ દાખલ થઈ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

RTE હેઠળ આવક મર્યાદામાં આવતા વાલીઓ વિના મૂલ્યે ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા પાત્ર થાય તેવી સરકારે સુવિધા પૂરી પાડી છે ત્યારે કેટલાક તક સાધુઓ બનાવટી આવકના દાખલા બનાવી આ યોજનાનો ગેરલાભ લેતા હોવાનું નર્મદા જિલ્લામાં બહાર આવ્યું છે જે બાદ તલાટી ના નકલી સિક્કા બનાવી કોભાંડ કરનાર પાંચ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે

આ ઘટના બાદ પોલીસ એકશનમાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ માટે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ SIT નું ગઠન કર્યું છે જેમાં એ એસપી લોકેશ યાદવની અધ્યક્ષતામાં રચાયેલી SIT સમગ્ર મામલે હાલ તપાસ કરી રહી છે

 

નકલી દાખલા કૌભાંડમાં અત્યારસુધી (૧) રાહુલભાઇ કનૈયાલાલ પ્રજાપતી રહે.ભદામ તા.નાંદોદ જી.નર્મદા (૨) દર્પણભાઇ ઉર્ફે દિલિપભાઇ ચન્દ્રકાંત પટેલ રહે.ભચરવાડા તા.નાંદોદ જી.નર્મદા (૩) અનિલકુમાર મનુભાઇ રોહિત રહે.ગામકુવા તા.નાંદોદ જી.નર્મદા (૪) દક્ષાબેન નરેન્દ્રભાઇ બારીયા રહે.ભચરવાડા તા.નાંદોદ જી.નર્મદા (૫) કલ્પનાબેન અનિલભાઈ વસાવા રહે.વણજર તા.નાંદોદ જી.નર્મદા પાંચ આરોપીઓ ની સંડોવણી સામે આવી છે હાલ આરોપીઓ ફરાર છે પોલીસ શોધખોળ કરી રહી છે

 

આરોપીઓએ ભદામ તથા ગામકુવા તથા ભચરવાડા તથા બોરીદ્રા ગૃપ ગ્રામ પંચાયતોના ખોટા આવકના દાખલા બનાવી તેમા ફરીયાદી તથા ગામકુવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાહુલભાઇ વિહાભાઇ દેસાઇ તથા બોરીદ્રા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા ભચરવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નાઓની ખોટી સહીઓ કરી ઉપરોકત તમામ ગ્રામપંચાયતોના ખોટા સીક્કાઓ બનાવી ખોટા આવકના દાખલામાં તેનો ઉપયોગ કરી ખોટા આવકના દાખલાઓનો રાઇટ ટુ એજ્યુકેશનનો લાભ લેવા માટે ઉપયોગ કરી ગુન્હો આચર્યો છે

 

સમગ્ર મામલે SIT ના વડા એએસપી લોકેશ યાદવે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે મામલાની ગંભીરતાની નોંધ લઇ એસઆઇટીની રચના કરી છે હાલ ડોક્યુમેન્ટસ નું વેરિફિકેશન અમે કરી રહ્યા છે જેમાં ઓરીજનલ દાખલા અને લોકો પાસેથી દાખલા છે તેનું વેરિફિકેશન કરાવી રહ્યો છે આમાં જે પણ લોકો ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરતા જાણશે તે તમામને આરોપી તરીકે રજૂ કરાશે અત્યાર સુધી ૭૦૦ જેટલા ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવા માટે કામગીરી ચાલી રહી છે અને ૧૦૦ થી વધુ લોકોને રાજપીપળા પોલીસ મથક બોલાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે તેની સામે પોલીસે પણ દલીલો રજૂ કરી છે આ મામલામાં જો કોઈ સરકારી અધિકારી કે અન્ય જે પણ ઈસમ કસૂરવાર નીકળશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!