સાબરકાઠામાં જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ- 28 મે અંતર્ગત “ ઋતુકાળ સંસ્કાર મહોત્સવ ”ની ઉજવણી

સાબરકાઠામાં જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ- 28 મે અંતર્ગત “ ઋતુકાળ સંસ્કાર મહોત્સવ ”ની ઉજવણી
***
કિશોરાવસ્થાનુ સ્વાસ્થ્ય અને સુખાકારી સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. દેશની વસ્તીના 20 % જેટલી વસ્તી 10 થી 19 વયજુથની છે. આ વયજુથના કિશોર – કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય શિક્ષણ આવકાર્ય છે. ખાસ કરીને કિશોરીઓને માસિક સ્ત્રાવ સંબંધી સ્વચ્છતા, વ્યવસ્થાપન, તરુણાવસ્થાનું આરોગ્ય, એનિમીયા, કુપોષણ અંગે જાગૃત કરવાના ઉમદા ધ્યેય સાથે આરોગ્ય શાખા, સાબરકાઠા જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ- 28 મે અંતર્ગત “ ઋતુકાળ સંસ્કાર મહોત્સવ ”ની ઉજવણી કરવામાં આવી રહી છે
જે અંતર્ગત જિલ્લાની નર્સિંગ કોલેજ, આઈ.ટી.આઈ, હેલ્થ એમ્બેસેડર શિક્ષકમિત્રો, ફોકસ ગ્રુપ, પિયર એજ્યુકેટરો અને વિવિધ સરકારી કચેરીઓ ખાતે Period Friendly World અને માસિક દરમિયાનની સ્વચ્છતા અંતર્ગત ઓનલાઇન ક્વિઝ, રંગોળી, ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા, રોલ પ્લે, Red Dot Challenge, માસિક દરમિયાન ઉપયોગમાં લેવાતા પેડ, ટેમ્પુ, નેપકીન અને મેનસ્ટ્રુઅલ કપનું એકઝીબિશન તેમજ માસિક દરમિયાનની કાળજી અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે..
” ઋતુકાળ સંસ્કાર મહોત્સવ ” ની ઉજવણી આયુષ્માન આરોગ્ય મંદિર – સબ સેન્ટર કક્ષા, તાલુકા કક્ષાએ નિયત દિવસો એ કરવામાં આવનાર છે.. 28 મે, વિશ્વ માસિક સ્વચ્છતા દિવસે જિલ્લા કક્ષાનો ઋતુકાળ સંસ્કાર મહોત્સવ ઉજવાશે જેમાં પિયર એજ્યુકેટરો અને કાઉન્સિલરો દ્વારા ડ્રામા, પિયર એજ્યુકેટરોના રોલ પ્લે, વિવિધ સરકારી કચેરી ખાતે યોજાયેલ ઓનલાઇન ક્વિઝ્ના વિજેતાઓ તેમજ સમગ્ર માસ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરેલ સર્વેને ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે.
જયંતિ પરમાર સાબરકાંઠા






