BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
પાંચ વર્ષથી ફરાર ચોરીનો આરોપી ઝડપાયો:ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે મધ્યપ્રદેશના અલીરાજપુરથી આરોપીને પકડ્યો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્કોડે એક મોટી સફળતા મેળવી છે. ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુરથી છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે અંકલેશ્વર GIDCમાં ચોરીનો કેસ નોંધાયેલો હતો.
જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના PI એ.કે.જાડેજા અને તેમની ટીમે આ કામગીરી કરી છે. ટીમે ટેકનિકલ અને માનવ સ્રોતો દ્વારા મળેલી માહિતીના આધારે અલીરાજપુરમાં દરોડો પાડ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ રવિન બચલીયાભાઈ અવાસિયા તરીકે થઈ છે. તે આમલા ગામના કાતર ફળિયાનો રહેવાસી છે. તેની સામે IPC કલમ 379, 411 અને 114 હેઠળ ગુનો નોંધાયેલો હતો. પોલીસે આરોપીને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. હવે તેની સામે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




