બાળકો માટે સમર્પિત સમર કેમ્પ: હર્ષ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસની અદભુત પહેલને આપ્યું સરાહનીય મૂલ્યાંકન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ – ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદની માધુપુરા, ઈસનપુર અને દાણીલીમડા પોલીસ લાઈન ખાતે આયોજિત સમર કેમ્પની મુલાકાત લીધી અને બાળકોની પ્રવૃત્તિઓ નિહાળી. આ અવસરે તેમણે શહેર પોલીસના ઉદ્દમની પ્રસંસા કરી હતી અને કહ્યું હતું કે, બાળકોને મોબાઇલ અને સોશિયલ મીડિયાના દૂષણમાંથી દૂર રાખવા માટે આ કેમ્પ ખૂબ જ અસરકારક પુરવાર થયો છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, શહેર પોલીસ દ્વારા પરિવારના વેલ્ફેરને લક્ષ્યમાં રાખીને અમદાવાદ શહેરની ૧૪થી વધુ પોલીસ લાઈનોમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ૫૦૦થી વધુ બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા છે. તેમણે ઉમેર્યું કે, આ પ્રયાસ માત્ર એક કાર્યક્રમ નહિ પરંતુ બાળકોના જીવન જીવવાની રીતમાં બદલાવ લાવવાનો એક સફળ પ્રયાસ છે.
શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ કેમ્પની ઝાંખી આપતાં રાજ્યમંત્રીએ જણાવ્યું કે, બાળકોએ આ કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓ – જેમ કે ડ્રોઈંગ, યોગ, ડાન્સ, પેઇન્ટિંગ, ચેસ, કીચેઈન મેકિંગ, માર્શલ આર્ટ્સ, કોમ્પ્યુટર શિક્ષણ, વિજ્ઞાન પ્રયોગો, બેડમિન્ટન, ટેબલ ટેનિસ વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.
પોલીસ માત્ર કાયદો વ્યવસ્થાની જ જાળવણી કરતી નથી પરંતુ પોલીસ સમાજના માળા તરીકે કાર્ય કરે છે અને આ સમર કેમ્પ તેનું જીવંત ઉદાહરણ છે, તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું.
સાંસ્કૃતિક, શૈક્ષણિક અને રમતગમત વિકાસને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ ધરાવતું આ સમર કેમ્પ બાળકોમાં વિવેચનાત્મક અને સામાજિક કુશળતાને વિકસાવવાનું માધ્યમ બની રહ્યું છે.
માથે રાજ્યના સુરક્ષા વ્યવસ્થાનો એક અગત્યનો ખંભો ગણાતી પોલીસ વિભાગ દ્વારા પોલીસ લાઈનના બાળકો માટે આવા સૃજનાત્મક અને માર્ગદર્શક સમર કેમ્પનું આયોજન કરવામાં આવે તે નોંધપાત્ર છે.
આ અવસરે સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ, ડીસીપી કાનન દેસાઈ, ડીસીપી રવિ મોહન સૈની, વિવિધ પોલીસ સ્ટેશનોના પીઆઇ, સ્ટાફ, બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પનો સમગ્ર ખર્ચ પોલીસ વેલ્ફેર ફંડમાંથી ભરવામાં આવે છે અને દરેક બાળકે સ્વૈચ્છિક ભાગ લીધો છે.
આ પ્રસંગે સમગ્ર શહેર પોલીસની ટીમને અભિનંદન પાઠવતાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “અહિંના દરેક બાળકના ચહેરા પર જે ખુશી છે એ આ કેમ્પની સૌથી મોટી સફળતા છે.”







