GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં દાતાના આર્થિક સહયોગથી બનેલી આંગણવાડીનું તા.૨૨મીએ ઉદ્ઘાટન કરાશે

તા.૧૯/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોલેક્સ રિંગ્સ લિમિટેડના આર્થિક સહયોગથી તા.૨૨ ના રોજ શહેરનાં અમરજીત નગરમાં આંગણવાડીનું લોકાર્પણ કરાશે.

અમરજીત નગર કેન્દ્ર નં-૬૮ આંગણવાડીનો લોકાર્પણ સમારોહ તા.૨૨ મેના રોજ સવારે ૧૧ કલાકે વોર્ડ નંબર-૨ શ્રી લક્ષ્મણરાય ઇનામદાર વંદન વાટિકા પાસે એરપોર્ટ રોડ ખાતે યોજાશે.

રોલેક્સ રીંગ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરશ્રી મનીષભાઈ માદેકાના હસ્તે આંગણવાડીનું ઉદઘાટન કરાશે. મેયરશ્રી નયનાબેન પેઠડીયાના અધ્યક્ષ સ્થાને આ સમારોહ યોજાશે. જેમા મહાનુભાવો, અધિકારીઓ, આઇસીડીએસનો સ્ટાફ તેમજ આંગણવાડીના બહેનો ઉપસ્થિત રહેશે.

Back to top button
error: Content is protected !!