મહીસાગર જિલ્લાના ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા નિ: શુલ્ક મોબાઇલ રિપેરિંગ કેમ્પ યોજાયો

મહીસાગર જિલ્લાના ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા નિ: શુલ્ક મોબાઇલ રિપેરિંગ કેમ્પ યોજાયો
***
અમીન કોઠારી
મહીસાગર
ભારત સરકાર દ્વારા સંચાલિત અને બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત સંસ્થા બરોડા ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા, (RSETI) દ્વારા તાલીમાર્થીઓ જીવનમાં આત્મનિર્ભર બનીને પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે રોજગારી મેળવે તે માટે વિવિધ તાલીમ કોર્સ ચલાવવામાં આવે છે.
જેમાં હાલ સમયમાં જેની સૌથી વધુ માંગ છે તેવો મોબાઈલ રિપેરિંગ સર્વિસિંગની તાલીમ પૂર્ણતાના આરે છે ત્યારે તાલીમાર્થીઓને ક્લાસરૂમ તાલીમ ઉપરાંત પ્રેક્ટિકલ તાલીમ મળે તે માટે લુણાવાડા જિલ્લા સેવા સદન રોડ પર ફ્રી મોબાઈલ સર્વિસ કેમ્પનું આયોજ્ન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે 60 જેટલા ગ્રાહકોને લાભ મળ્યો, જેમણે પોતાના મોબાઇલ ફોનને નિ:શુલ્ક રિપેર કરાવ્યા હતા. આ પ્રકારના કેમ્પો સંસ્થાના તાલીમ કાર્યક્રમનો મહત્વપૂર્ણ હિસ્સો છે.
આ તાલીમ કાર્યક્રમ ખાસ કરીને ગ્રામિણ વિસ્તારમાં રહેલ બીપીએલ (BPL) યુવાનોએ, જેઓ મોબાઇલ રિપેરિંગ અને સર્વિસિંગનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેઓ માટે આયોજીત કરવામાં આવ્યો છે.
આ કોર્સ અંગે નિયામક વિશાલ અગ્રવાલે જણાવ્યું હતું કે આ એક અદ્ભૂત તાલીમ કોર્સ છે જે રોજગારની અઢળક તકો પ્રદાન કરે છે.આ સંસ્થા દ્વારા આ તાલીમ નિ:શુલ્ક આપવામાં આવે છે અને તાલીમ દરમિયાન ફ્રી રહેઠાણ અને ખોરાકની સુવિધા પણ આપવામાં આવે છે.
તાલીમ પુરી થયા પછી સંસ્થા દ્વારા 2 વર્ષ માટે માર્ગદર્શન અને સહાય પણ આપવામાં આવે છે જેથી તાલીમાર્થીઓ સફળતાપૂર્વક પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. મોબાઇલ રિપેરિંગનો આ કોર્સ 30 દિવસનો છે અને તેમાં પ્રવેશ લેવા માટે ઉમેદવારનું વય 18 થી 45 વર્ષ વચ્ચે હોવું આવશ્યક છે.
આ તાલીમનો આગામી બેચ ટૂંક સમયમાં શરૂ થવાનો છે.આ તાલીમ કાર્ય માહિતી માટે RSETI મહિસાગર સાથે સંપર્ક સાધવા વિનંતી છે.




