
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકાની શ્રીમતી એમ.એમ. ભક્ત હાઈસ્કુલની ધોરણ_10 ની વિદ્યાર્થીની ધ્રુવી પ્રવિણભાઇ પટેલે ફેબ્રુઆરી – માર્ચ 2025 બોર્ડની એસ.એસ.સીની પરીક્ષા આપી હતી જેમાં એમણે 600 માંથી 564 ગુણ પ્રાપ્ત કરી 98.81 પર્સેન્ટાઇલ રેન્ક સાથે 94 ટકા મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.


