GUJARATMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર ઈસમને પોલીસે મહેસાણાથી ઝડપી લીધો
Halvad:હળવદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર ઈસમને પોલીસે મહેસાણાથી ઝડપી લીધો
હળવદ પોલીસ મથક હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર ઈસમને પોલીસે મહેસાણા જીલ્લામાંથી ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે
મોરબી AHTU ટીમ જીલ્લામાં અપહરણ અને ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા કાર્યરત હોય દરમિયાન હળવદ પોલીસ મથકમાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી ગયેલ આરોપી અલ્પેશ કાનુભાઇ ઉર્ફે કાળુભાઈ આડેસરા રહે નિમકનગર તા. ધ્રાંગધ્રા વાળો હાલ મહેસાણા જીલ્લાના કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મણપુરા ગામની સીમમાં આવેલ કલરવ સેશન્સ એ.શ્રીધર નામના બંગલાની કન્સ્ટ્રકશન સાઈટની પતરાની ઓરડીમાં હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપીને ઝડપી લીધો હતો તેમજ ભોગ બનનારને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યા છે