વિજાપુર નગર પાલિકા દ્વારા ટ્રાફિક નડતર રૂપ 60 જેટલા લારી ગલ્લા ના દબાણો હટાવાયા
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગર પાલિકા દ્વારા સરકારી કચેરી તેમજ જનરલ હોસ્પીટલ ખત્રીકૂવા રોડ ઉપર આવતા ટ્રાફિક ને નડતર રૂપ લારી ગલ્લા ના દબાણો દૂર કરાયા હતા. જે દવાખાના કચેરીઓ આગળ અને જે સરકારી મિલકતો આગળ જે પણ દબાણો કરવા મા આવ્યા છે તે દબાણો ટ્રાફિક ને ખુબ નડતરરૂપ હોય છે.આવા દબાણો ને કારણે અવર જવર કરતા વાહનો થી અકસ્માત નો ભય રહેલો હોય છે જે ઘણી વખત જોખમી અને નુકસાનકારક બને છે.આ દબાણો હટાવવા માટે ગતરોજ યોજાયેલ સંકલન સમિતિની મીટીંગ મા દબાણો દૂર કરવાનો નિર્ણય લેવાયો છે તેમ પાલીકા ચીફ ઓફિસરે જણાવ્યું હતુ.જે અનુસાર પાલીકા દ્વારા કાર્યવાહી કરવામા આવી છે. આગામી દિવસો મા જે પાકા ગેરકાયદેસર રીતે દબાણો કરી દુકાનો ના દબાણો દૂર કરવા અંગે પાલીકા ટાઉન પ્લાનિંગ વિભાગ ના ધવલ ભાઈએ જણાવ્યું હતુ કે આ અંગે પાલીકા માંથી નવીન રીપોર્ટ તૈયાર કરી સીટી સર્વે વિભાગ ને મોકલી આપ્યો છે. મોટા સરકારી જગ્યાએ કરેલા દબાણો સીટી સર્વે દ્વારા સર્વે કરી પોલીસ બંદોબસ્ત વચ્ચે આગામી દિવસોમાં દૂર કરવા મા આવશે હાલ મા ફકત ટ્રાફિક ને નડતર રૂપ દબાણો જ દૂર કરવા મા આવ્યા છે.