GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેર ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર

તા.૨૦/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને રીમોટ સંચાલિત ઉપકરણોનો ગેરલાભ ન લેવાય અને જાન-માલની સુરક્ષા થાય, તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ રાજકોટ શહેરને ‘ટેમ્પરરી રેડ ઝોન’ (સંપૂર્ણ નો ડ્રોન ફ્લાય ઝોન) જાહેર કર્યો છે.

 

રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં રીમોટથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ અને માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઇડર, પેરા મોટર, હોટ એર બલુન, પેરા જમ્પીંગ ચલાવવા/કરવાની તથા કોઈ પણ પ્રકારના ડ્રોન U.A.V. (Unmanned Aerial Vehicle) ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પોલીસ વિભાગ, સુરક્ષા બળો અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરોક્ત સાધનોનો ઉપયોગ કરી શકે છે. આ આદેશોનો અમલ તા. ૨૨ મે, ૨૦૨૫ સુધી કરી શકાશે. જેનો ભંગ કરનારા શિક્ષાને પાત્ર થશે.
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

Back to top button
error: Content is protected !!