
ફૈઝ ખત્રી…શિનોર
થોડા દિવસો અગાઉ જ શિનોર તાલુકાના તેરસા ગામે વિજિલન્સ ની ટીમે રેડ કરી વિદેશી દારૂની પેટીઓ તેમજ સ્કોર્પીયો સાથે દસ લાખ છાસી હજાર ના મુદ્દા માલ સાથે બે લોકો ને ઝડપી પાડતા શિનોર પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.
જ્યારે શિનોર પોલીસે તારીખ 20/52025ના રોજ માંડવા ગામેથી બાતમીના આધારે, કેળાના ખેતરમાં બિનવારસી મૂકીને બોલેરો ગાડી ભાગી ગયેલ તથા તેમાં 18 પેટી બિયરની બોટલો કબજે કરીને પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ છે. અને રૂપિયા 5,64,800 નો મુદ્દા માલ કબજે કરેલ છે. શિનોર પોલીસ સ્ટેશનને નોંધાયેલ ગુના મુજબ અધિક મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર કંચનભાઈ રાઠવા તથા હે.કો. દેવેન્દ્રભાઈ, હે.કો. કિશનભાઇ, ગીરીશભાઇ,પો.કો. વિપુલભાઈ બાતમી ના આધારે શિનોર માંડવા ચોકડી ઉપર વોચમાં હતા, ત્યારે બાતમીમાં મળ્યા મુજબની બોલેરો ગાડી માંડવા ગામ તરફ નીકળતા શિનોર પોલીસે મોટરસાયકલ દ્વારા તેનો પીછો કરતાં ચાલકે ગાડીને પુર ઝડપે દોડાવી, કેળાના ખેતરમાં ગાડી મૂકીને તેનો ચાલક ભાગી ગયો હતો, બોલેરો ગાડી નંબર GJ 34 H 4860 ને જેસીબી સાથે બાંધીને શિનોર પોલીસ લાઈનમાં અજવાળામાં લાવ્યા પછી તેમાંથી કુલ 18 પેટી બિયર હતી જેમાં 24 નંગ લેખે 432 બિયરની 500 એમ.એલ.ની બોટલો, જેની કિંમત રુપીયા 150 લેખે 64,800 તથા ઓરીજનલ પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ, આરસી બુક, અને ગ્રામીણ બેંકની પાસબુક, ભેરુસિંહ વેસતા ચૌહાણ, પીથલપુર,ખેરવડ તાલુકો જીલ્લો અલીરાજપુર ના નામની મળી આવેલ હતી. શિનોર પોલીસે રૂપિયા 64,800 ની બોટલો તથા રૂપિયા 5 લાખ ની બોલેરો ગાડી મળીને રૂપિયા 5,64,800 નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ પરમાર કરી રહ્યા છે.
વાત કરીએ તો આ બોલેરો માં દારૂ મોકલનાર કોણ હતો અને આ દારૂ ક્યાં પોચાડવાનો હતો એ પોલીસ તપાસ માં બહાર આવશે.





