સ્માર્ટ મીટર વિવાદ:અંકલેશ્વરમાં સામાન્ય પરિવારને DGVCLનું 6.29 લાખનું વીજબિલ, સિસ્ટમની ભૂલ હોવાનો દાવો



સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર શહેરમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા પટેલ ઝુલેખા મોહમ્મદના ઘરે દક્ષિણ ગુજરાત વીજ નિગમ (DGVCL) દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું.
ગઈકાલે રાત્રે DGVCLએ મોબાઈલ મેસેજ દ્વારા રૂ. 6.29 લાખનું વીજબિલ મોકલ્યું. આટલી મોટી રકમ જોઈને મકાન માલિક ચોંકી ગયા હતા. તેમણે જણાવ્યું કે બિલની રકમ જોઈને તેમને જણજણાટી થઈ ગઈ હતી.
આજે સવારે મકાન માલિકે DGVCL કચેરીમાં રજૂઆત કરી હતી. મહિલા અધિકારીએ જણાવ્યું કે આ બિલ સિસ્ટમ દ્વારા જનરેટ થયું છે અને તેમાં કર્મચારીઓની કોઈ ભૂલ નથી.
સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. આવા મોટા બિલથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. વીજ કંપનીના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે ઓટો જનરેટેડ બિલમાં ભૂલ થઈ છે. તેમણે આગામી દિવસોમાં આ ભૂલ સુધારવાની ખાતરી આપી છે.




