
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
આ નવતર ટેકનોલોજી કેન્સર રોગના વધુ ચોકસાઈભર્યા નિદાન અને સારવાર માટે ઉપયોગી સાબિત થશે. 4D CT સ્કેન સોફ્ટવેર ધ્વારા દર્દીના અવયવોની ગતિશીલતા અને સમયાનુક્રમીય સ્થિતિના આધારે વધુ સચોટ રેડિએશન થેરાપી યોજના બનાવવી શક્ય બને છે, જે રોગનિદાન અને સારવારના ગુણવત્તા સ્તરને નોંધપાત્ર રીતે વધારશે.
આ સદ્ઉપક્રમના અવસરે BGP કંપની તરફથી મેનેજિંગ ડિરેક્ટર જયેશ પટેલ, ગીતા પટેલ, ઉત્સવ પટેલ તથા કૃતિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જયાબેન મોદી હોસ્પિટલ તરફથી ડો.આત્મિ ડેલીવાલા (મેડિકલ સુપરિટેન્ડેન્ટ), ડો. તેજસ પંડ્યા (કેન્સર સેન્ટર હેડ), ડો. હેમંત ઈંગ્લે (એડમિન હેડ), તેમજ હોસ્પિટલ સમિતિના સભ્યો દશરથ પટેલ અને સૈફી દાહોદવાલા ઉપસ્થિત રહ્યા હતા. એઆઈડીએસ ટ્રસ્ટના જનરલ મેનેજર ડો.નિનાદ ઝાલા પણ ખાસ હાજરીમાં રહ્યા હતા.
હોસ્પિટલ તરફથી BGP કંપનીનું હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો અને એમની આ સામાજિક જવાબદારીભરેલા યોગદાન માટે પ્રસંશા કરવામાં આવી હતી.
અંતે, આ સહયોગ થકી અંકલેશ્વર અને આસપાસના દર્દીઓને કેન્સર સારવાર માટે વધુ સચોટ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આ
વ્યો હતો


