આણંદ -તિરંગા યાત્રા મહાનગરપાલિકાથી એપીએમસી સુધી યાત્રા નીકળી

આણંદ -તિરંગા યાત્રા મહાનગરપાલિકાથી એપીએમસી સુધી યાત્રા નીકળી
તાહિર મેમણ – આણંદ – 21/05/2025 – પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર ભારતે કરેલા ઓપરેશન સિંદૂરની યાદમાં ઉમરેઠમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રા ઉમરેઠ નગરપાલિકાથી શરૂ થઈ હતી. યાત્રા પંચવટી, ચોકસી બજાર અને ઓડ બજાર થઈને એપીએમસી ખાતે સમાપ્ત થઈ હતી.
ઓપરેશન સિંદૂર ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમનું પ્રતીક છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાની સેનાએ વળતો હુમલો કર્યો હતો. જોકે, ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.
તિરંગા યાત્રામાં પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા જોડાયા હતા. એપીએમસી ચેરમેન પ્રકાશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ કનુભાઇ બેંગ્લોરી અને ઉપપ્રમુખ નિલાબેન જોષી સહિત મોટી સંખ્યામાં નગરજનોએ યાત્રામાં ભાગ લીધો હતો.




