માંડલ અને વિરમગામમાં ‘ગ્રો મોર ફ્રૂટ ક્રોપ’ અભિયાન હેઠળ 200 ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
માંડલ – બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો માટે ફળપાકના વધુ ઉત્પાદન અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ‘ગ્રો મોર ફ્રૂટ ક્રોપ’ (Grow More Fruit Crop) કેમ્પેઇન અંતર્ગત ખાસ તાલીમનો આયોજાન કરવામાં આવ્યો હતો. આ તાલીમમાં માંડલ તાલુકાના રખિયાણા ગામ અને વિરમગામ તાલુકાના ખેગારીયા ગામે મmodel farm પર કુલ મળીને લગભગ 200 જેટલા ખેડૂતોએ ભાગ લીધો.
માંડલ ખાતે તાલીમ દરમિયાન ઇન્ચાર્જ નાયબ બાગાયત નિયામક જયદેવ પરમાર તથા બાગાયત અધિકારી આર. એ. ગોસ્વામીએ હાજર રહી ખેડૂતોને બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
વિરમગામના ખેગારીયા ગામે બાગાયત અધિકારી આર. પી. વસરા અને એલ. આર. ચૌધરી દ્વારા તાલીમ આપતાં ખેડૂતોને યોજનાઓ સાથે સાથે ટેક્નિકલ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન ખેડૂતોને શાકભાજી પાકોમાં પ્લાસ્ટિક મલ્ચિંગ, ક્રોપ કવરનો ઉપયોગ, બાગાયતી પાકોમાં ગ્રો કવરનો ઉપયોગ તેમજ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રકારની તાલીમ ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક ખેતીના સમન્વયથી વધુ ઉત્પાદન મેળવી કૃષિમાં આત્મનિર્ભર બનવામાં ઉપયોગી થવા જઈ રહી છે.





