ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ : વિકાસ કામોને મંજૂરી
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ : વિકાસ કામોને મંજૂરી
ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા અને જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારી યોગેશ કાંપશેની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભામાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેના જિલ્લા વિકાસ પ્લાન હેઠળના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સૂચવાયેલા વિકાસ કાર્યો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખાધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.સત્ર દરમિયાન વધુમાં વધુ ગ્રામ વિસ્તારોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં નવી ૧૦૯ ગ્રામ પંચાયતોની રચના કરવાની જાહેરાત પણ કરવામાં આવી. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને સંપૂર્ણ થતા જ આ તમામ પંચાયતોના ખાતમુહૂર્ત કાર્યક્રમો સમયમર્યાદામાં યોજાશે.દ્વારા અધિકારીઓ, પદાધિકારીઓ અને પંચાયત સભ્યો દ્વારા તે દિશામાં તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેથી ભરૂચ જિલ્લાને વધુ સારી આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થાય. જિલ્લા પંચાયત ભરૂચે વિકાસને કેન્દ્રબિંદુ બનાવી લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે.