GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મનપા દ્વારા ખુરશેદ વાડીથી ટાટા બોયસ સ્કૂલ થઈને સુરત જતાં માર્ગે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા તારીખ 22 મે, 2025 ના રોજ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા મહત્ત્વપૂર્ણ માર્ગ વિસ્તરણ કામગીરી અંતર્ગત ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ખુરશેદ વાડીથી ટાટા બોયસ સ્કૂલ થઈને સુરત તરફ જતો માર્ગ હાલ 12 મીટરની પહોળાઈ ધરાવે છે, જેને 6 મીટર વિસ્તૃત કરીને 18 મીટર કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીના અમલથી વાહનવ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત અને ટ્રાફિક વિહીન બનશે. માર્ગ વિસ્તાર માટે થયેલી ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન ડિમાર્કેશન મુજબના અવરોધક બાંધકામના દિવાલો દૂર કરવામાં આવ્યા છે.સમગ્ર કામગીરીને કાયદેસર રીતે અને વ્યવસ્થિત આયોજન હેઠળ અમલમાં મૂકવામાં આવી. નોંધપાત્ર બાબત એ રહી કે સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને મિલ્કતધારકો તરફથી પૂરતો સહયોગ મળતા કામગીરી વિઘ્નરહિત રીતે ચાલી રહી છે .

નવસારી મહાનગરપાલિકા તરફથી જણાવવામાં આવે છે કે શહેરના ઘનત્વ અને વાહનવ્યવહાર વધતા હોય, ત્યારે આવા માર્ગ વિસ્તરણના પ્રયત્નો સતત કરવામાં આવશે જેથી નાગરિકોને આરામદાયક, વ્યવસ્થિત અને સલામત પ્રવાસનો અનુભવ મળી શકે. 

Back to top button
error: Content is protected !!