નવસારી જિલ્લામાં મકાનો/બંગલાઓમાં કામ કરનારાઓની ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવા અંગેનું જાહેરનામું…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

જે અન્વયે નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય બી ઝાલાને મળેલ સત્તાની રૂએ જીલ્લામાં કોઇપણ સંસ્થા/એકમો તરફથી શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે દરેક શ્રમિકો/કામદારોના જરૂરી ડોક્યુમેન્ટો મેળવી જે તે સંસ્થા/એકમોએ શ્રમિકો/કામદારોના પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સબંધિત પોલીસ સ્ટેશનોમાં વિગત આપી તેઓના પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવા જીલ્લામાં કોઇપણ સંસ્થા/એકમો તરફથી શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે દરેક શ્રમિકો/કામદારોના પૂર્વ ઇતિહાસ, નાગરીકતા અને ઓળખ અંગે જરૂરી કાર્યવાહી કરવા અંગેનું જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે.
નવસારી જિલ્લામાં મકાનો/બંગલાઓ, કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ટેક્ષ ટાઇલ્સ ઉધોગ, હિરા ઉધોગ, ઓફિસો, દુકાનો, હોટલો, નગર નિગમો માટે મજુરી કામ કરતા પર પ્રાંતિય કોન્ટ્રાકટરના કર્મચારી/કારીગરો/મજુરો, ખાનગી એકમો, ઇંટના ભઠ્ઠા તથા અન્ય ઉધોગો સાથે સંકળાયેલ તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો/મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં ધરઘાટી નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી કર્મચારી, કારીગરો, મજુરો જે હાલમાં કામ ઉપર છે તેવા તેમજ કામ ઉપર રાખવામાં આવનાર કાયમી, હંગામી રોજીંદા કે કોન્ટ્રાક્ટના કુર્મેચારી/કારીગરો/મજુરો/નોકરોની માહિતી/હકીકત અંગેની તમામ નોંધણી સીટીઝન પોર્ટલ વેબસાઇટ (www.gujhome.gujarat.gov.in) અથવા સીટીઝન ફ઼સ્ટ એન્ડ્રોઇડ એપ્લીકેશન મારફતે ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે. જે તે સંસ્થા/એકમો/માલિકો દ્વારા નજીકના સબંધિત પોલીસ સ્ટેશનોમાં ફરજિયાત તા. ૧૧/૦૭/૨૦૨૫ સુધી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.



