GUJARATMAHISAGARSANTRAMPUR

કડાણા તાલુકાના લાડુ ડામોરનાં વાટા ગામે વરરાજા બળદગાડામાં બેસીને પરણવા પહોંચ્યા આદિવાસીઓની પરંપરાગત સંસ્કૃતિ હજુ પણ જીવિત…

કડાણા તાલુકાના લાડુ ડામોરનાં વાટા ગામે વરરાજા બળદગાડામાં બેસીને પરણવા પહોંચ્યા આદિવાસીઓની પરંપરાગત સંસ્કૃતિ હજુ પણ જીવિત…

અમીન કોઠારી
મહીસાગર

સામાન્ય રીતે અત્યારે લગ્નગાળાની સીઝન માં વિવિધ પ્રકારના વાહનો મારફતે સૌ કોઈ લગ્નમાં જતા હોઈએ છીએ જાનમાં જતા હોઈએ છીએ પરંતુ ગાડામાં બેસીને જાનમાં જવું એ એક અનોખો લાહવો જ છે.

 

શણગારેલા બળદ ગાડામાં પરણવા આવી જાન,દાયકાઓની જૂની પરંપરા ફરી જીવંત કરી
આજના સમયમાં પહેલા જેવુ હવે લગ્નનું મહત્વ જોવા મળી રહ્યું નથી . જયારે પહેલાના સમયમાં શણગારેલા બળદગાડામાં વરરાજા એક ગામથી બીજા ગામે જાન લઈ પરણવા જતા હતા.

આજે હેલીકોપ્ટરમાં વરરાજા પરણવા આવી રહ્યા છે ત્યારે જ એક અનોખા લગ્નનો કિસ્સો જોવા મળી રહ્યો છે જેમાં મહીસાગરના કડાણા નાં લાડુ ડામોર ના વોટા ગામે મછાર પરિવારે દાયકાઓ જૂની પરંપરા ફરી જીવંત કરી છે.તેઓ શણગારેલા બળદગાડામાં જાન પરણવા પહોંચી
મહત્વનુ છે કે સાદુ બળદગાડું પણ આજે દેખાતું નથી ત્યારે લાડુડામર નાં વાટા ગામના મછાર પરિવાર સખત મહેનત કરી બળદ અને ગાડા ને શણગારવા માટે ના દેશી ભરત અને ઝુલો શોધી આજથી 50 વર્ષ પહેલાંની પરંપરાને જાળવવા અને નવી પેઢીને આ લગ્નની પરંપરાને અવગત કરાવવા માટે નો પ્રયત્ન કરવામાં પરતાપભાઈ રામાભાઈ મછાર પરિવાર સફળ કરી બતાવ્યું છે. પોતાના પુત્ર મહેશ નાં લગ્ન ની જાન બળદગાડામાં જોડી શણગારેલા બળદ ગાડા વિવિધ પ્રકારના મોતી ભરત અને દેશીભરત કામ થી બળદોને શણગાર્યા તેમજ અવનવી સાડીઓથી પણ બળદગાડાની શણગારવામાં આવ્યા
બળદગાડાની જાડેલી જાન મછારના વાટા થી દધાલીયા ગામે પહોંચ્યા .

તમે નાનપણમાં દાદાજીની વાતો માં એવું સાંભળવા મળતું કે અમારા લગ્ન બળદગાડામાં થયા હતા ત્યારે નાની ઉંમરના બાળકને બળદગાડામાં લગ્ન કેવી રીતે થતાં હશે કેવી રીતે બળદગાડામાં જાન જાતી હશે એ વાતોમાં રસ પડ્યો અને એક તમન્ના જાગી કે મારે પણ મારા લગ્ન બળદગાડામાં જાન જોડીને કરવા છે આખરે આ મછાર પરિવારના પુત્ર ને આ સપનું સાકાર કરવાનો અવસર મળ્યો અને બળદગાડામાં બેસીને પરણવા જવાનું એક અનોખો રોમાંચ અને અનુભવ થયો તેમજ પ્રકૃતિના દર્શન કરતા કરતા દેશી લગ્ન ગીત અને બળદના રણકતા ઘૂઘરા નો અવાજ એ મુસાફરી કંઈક અનોખી જ અનુભવવા મળી.

સામાન્ય રીતે અત્યારે લગ્નગાળાની સીઝન માં વિવિધ પ્રકારના વાહનો મારફતે આપણે લગ્નમાં જતા હોઈએ છીએ જાનમાં જતા હોઈએ છીએ પરંતુ ગાડામાં બેસીને જાનમાં જવું એ એક અનોખો જ અનુભવ હોય છે ખાસ કરીને અત્યારના સમયમાં અને નવી પેઢીને આ અનુભવ ખૂબ જ ગમ્યો
અને નવી પેઢી પણ ગાડામાં બેસીને જાનમાં જવાની સલાહ પણ આપે છે.

Back to top button
error: Content is protected !!