GUJARATLODHIKARAJKOTRAJKOT CITY / TALUKO
Lodhika: “પ્લાસ્ટિકમુક્ત ગુજરાત, પ્લાસ્ટિકમુક્ત ભારત” સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ દ્વારા લોધીકાનાં અભેપર ગામે પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ હાથ ધરાઈ

તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પ્લાસ્ટિકથી પર્યાવરણને થતી હાનિ અને વૈકલ્પિક ઉપાયોથી ગ્રામજનોને વાકેફ કરાયા
Rajkot, Lodhika: પ્લાસ્ટિકમુક્ત ગુજરાત, પ્લાસ્ટિકમુક્ત ભારત, સ્વચ્છ અને પર્યાવરણપ્રિય ભારત માટે સરકારશ્રી તેમજ વિવિધ સંસ્થાઓ/સંગઠનો અને પર્યાવરણપ્રેમી નાગરિકો દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.
ત્યારે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિતે તા.૨૨ મે ના રોજ સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ હેઠળના લોધિકા તાલુકાનાં અભેપર ગામે સરપંચશ્રી તથા ગ્રામજનોની સહભાગીથી ખોડિયારમાંના મંદિર પરિસરમાં પ્લાસ્ટિક એકત્રીકરણની ઝુંબેશ હાથ ધરાઇ હતી.
આ તકે સામાજિક વનીકરણ રેન્જ રાજકોટ દ્વારા ગ્રામજનોને પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાવરણને થતી હાની અને પ્લાસ્ટિકના વૈકલ્પિક ઉપાયો સૂચવાાાયા હતા.




