GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: સરકારી હોસ્પિટલ કુવાડવા દ્વારા મહિલા પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે એન.સી.ડી. સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વિશ્વ હાયપરટેન્શન દિવસનાં ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તા. ૧૭ મેથી તા.૧૬ જૂન-૨૦૨૫ સુધી જન જાગૃતિ અભિયાન હાથ ધરાઈ રહ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે તા.૨૧ મેના રોજ મહિલા પોલીસ સ્ટેશન- રાજકોટ ખાતે એન.સી.ડી. વિભાગ સરકારી હોસ્પિટલ કુવાડવા દ્વારા એન.સી.ડી. સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
એન.સી.ડી. સ્ક્રીનીંગ કેમ્પમાં મહિલા પોલીસ સ્ટેશન રાજકોટ અને એ.એચ.ટી.યુ./પેરોલ ફર્લોનાં તમામ સ્ટાફનું એન.સી.ડી. સ્ક્રીનીંગ બ્લડ પ્રેશર, ડાયાબિટસ તપાસવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ સ્ક્રિનિંગ કરવાની સાથે હાયપરટેન્શન અને ડાયાબિટીસથી બચવા શું તકેદારી રાખવી તે અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.




