ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં કોટબા ગામે આવેલા સરકારી સબ સેન્ટરનાં કેમ્પસમાં ગત રોજ, 23 મે 2025નાં રોજ રાત્રે લગભગ 8:00 કલાકે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો એક વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ વીડિયોમાં રાત્રિના સમયે સરકારી વસાહત ‘આયુષ્યમાન આરોગ્ય મંદિર’ સબ સેન્ટર કોટબા ખાતે ધાર્મિક કાર્યક્રમ ચાલતો હોવાનો સ્પષ્ટપણે દેખાઈ આવે છે, જેમાં અન્ય ગામના લોકો પણ હાજર હોવાનું જણાઈ રહ્યું છે.આ ઘટનાએ સરકારી સંપત્તિના દુરુપયોગ અને ધર્મ પ્રચારનાં મુદ્દે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.વાયરલ થયેલા વીડિયો અનુસાર, કોટબા ગામમાં ખ્રિસ્તી ધર્મનું દેવળ (ચર્ચ) હોવા છતા, સરકારી સબ સેન્ટરના પરિસરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં CHO (કોમ્યુનિટી હેલ્થ ઓફિસર) ની હાજરી હોવાનું પણ જણાઈ રહ્યું છે.આ ઘટનાને લઈને સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે.સરકારી ઇમારતનો ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવો કેટલા અંશે યોગ્ય છે તે અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે.આ વીડિયો વાયરલ થયા બાદ એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ “વિધર્મીઓ” સરકારી સંપત્તિનો ઉપયોગ પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે કરી રહ્યા છે. વધુમાં, ડાંગ જિલ્લાના ભોળા આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.ડાંગ જિલ્લો આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે,જ્યાં ધર્માંતરણના મુદ્દાઓ અવારનવાર ચર્ચામાં રહે છે. આવા સંજોગોમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં ધર્મ પ્રચારની ઘટનાએ સંવેદનશીલતા વધારી દીધી છે.આ ઘટનાએ આરોગ્ય વિભાગનાં અધિકારીઓ સામે પણ પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.સબ સેન્ટરના CHO ની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થયું હોવાથી તેમની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે.લોકો દ્વારા કોટબા સબ સેન્ટરના CHO સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. શું આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ પ્રવૃત્તિની જાણ હતી ? જો ન હતી, તો સરકારી કેન્દ્રો પર આવી પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલી રહી છે તે એક મોટો સવાલ ઉભો થયો છે. જો જાણ હતી, તો શા માટે તેને રોકવામાં ન આવી ? વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા વિવિધ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.સોશિલલ મીડિયામાં લોકો સરકારી સંપત્તિના દુરુપયોગ અને ધર્મ પ્રચારની પ્રવૃત્તિની ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકોએ કડક કાર્યવાહીની માંગ કરી છે, જ્યારે અન્યોએ આદિવાસી સમાજના ધર્માંતરણના પ્રયાસો સામે ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટના ડાંગ જિલ્લામાં ધાર્મિક સંવેદનશીલતા અને સરકારી નિયમોના પાલનને લઈને એક નવો વિવાદ ઉભો કરી શકે છે.આ ઘટના અંગે આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનાર સમયમાં જોવુ જ રહ્યું. સરકારી સંપત્તિના દુરુપયોગ અને ધર્મ પ્રચારના મુદ્દે કાયદાકીય પાસાઓની પણ તપાસ થવી જોઈએ.આ ઘટના ડાંગ જિલ્લામાં ધાર્મિક સહિષ્ણુતા અને સરકારી માળખાના યોગ્ય ઉપયોગ અંગે એક મહત્વપૂર્ણ ચર્ચાને વેગ આપી શકે છે.જોકે આ મામલો આગળ શું વળાંક લેશે તે તો જોવુ જ રહ્યુ.બોક્ષ:-(1) ડૉ હિમાંશુભાઈ ગામીત-જિલ્લા આરોગ્ય અધિકારી ડાંગ.આ બાબતે ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ હિમાંશુભાઈ ગામીતને પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે કોટબા ગામે સરકારી આરોગ્ય સબ સેન્ટરનાં પ્રાંગણમાં ક્રિષ્ચયન ધર્મનો કાર્યક્રમ થયો હોવાનું ધ્યાનમાં આવ્યુ છે.હાલમાં આ કાર્યક્રમ કોને કરાવ્યો છે તે અંગેની તપાસ ચાલુ છે.અને સબ સેન્ટરનાં સી.એચ.ઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેનો મોબાઈલ બંધ આવે છે.જો સરકારી પ્રાંગણમાં સી.એચ.ઓની સંડોવણી જણાશે તો તેના વિરુદ્ધ ખાતાકીય તપાસ સહીત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે..
«
Prev
1
/
87
Next
»
વડતાલ ખાતેથી કમલેશ પરમાર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપાયો