સંતરામપુરની સ્ટેટ હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનો બંધ રહેતા દર્દીઓ હેરાન પરેશાન….

સંતરામપુરની સ્ટેટ હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનો બંધ રહેતા દર્દીઓ હેરાન પરેશાન….
અમીન કોઠારી મહીસાગર….
સંતરામપુર તાલુકામાં ડાયાલિસિસ વાળા દર્દીઓને તાલુકા ની સ્ટેટ હોસ્પિટલ સંતરામપુર માં સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે ડાયાલિસિસ યુનિટ શરુ કરાયેલ છે.
રોજના અંદાજે સત્તર થી અઢાર દર્દીઓ આ ડાયાલિસિસ યુનિટ નો લાભ લે છે.
આ ડાયાલિસિસ યુનિટ માં હાલ દસ મશીન ની સુવિધા ઉપલબ્ધ છે. જેમા વધારો કરાય તે જરૂરી છે.
તાજેતરમાં વાવાઝોડું ફૂંકાયું ને કમોસમી વરસાદથી ને વીજળી પ્રવાહ માં વધઘટ થતાં આ યુનિટ માં ફોલ્ટ થતાં વીજ
પ્રવાહ ખોરવાયેલ ને ડાયાલિસિસ મશીનો પૈકી જનરેટર સેટ પર હાલ ત્રણ મશીન ચાલે છે ને બાકી નાં મશીન માં ફોલટ થતાં બંધ જોવા મળે છે.
આ સ્ટેટ હોસ્પિટલ માં ડાયાલિસિસ કરાવવાં રોજ અઢાર દર્દી આવે છે ને આ ડાયાલિસિસ યુનિટ નો લાભ લેતાં હતાં. પરંતુ વીજ ફોલ્ટ થી કેટલાક મશીન માં ફોલટ થતાં તે જનરેટર મશીન દ્વારા હાલ ત્રણ મશીન કાયૅરત જોવા મળે છે અને બાકીના મશીન બંધ જોવા મળે છે,
ડાયાલિસિસ વાળા દર્દીઓને ડાયાલિસિસ માટે કડાણા સીએચસીમાં રીફર કરાય છે.
જેથી દદીઓને કડાણા જવું પડે છે અને તેથી દર્દીઓને પારાવાર હાલાકી ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ દદીઓને સમયનો બગાડ થાય છે.
આ સંજોગોમાં ડાયાલિસિસ યુનિટ માં જે કોઈ ફોલ્ટ ઊભો થયેલ છે તે વહેલી તકે દુર કરાય ને જે ડાયાલિસિસ યુનિટો બંધ છે તે દર્દીઓના આરોગ્ય નાં હીત માટે પુનઃ ત્વરીત શરું થાય તે માટે જિલ્લા નું તંત્ર અને સરકાર નુ આરોગ્ય વિભાગ વહેલી તકે યોગ્ય કાયૅવાહી દર્દીઓ નાં હીત માં કરે કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.





